જેએનયુમાં પીએમ મોદીનુ પૂતળુ બાળવા મામલે ગૃહ મંત્રાલયે દિલ્હી પોલિસ પાસે માંગ્યો રિપોર્ટ

Subscribe to Oneindia News

વિજયાદશમીના દિવસે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં પ્રધાનમંત્રે નરેન્દ્ર મોદીનું પૂતળુ બાળવા મામલે ગૃહ મંત્રાલયે દિલ્હી પોલિસ પાસે રિપોર્ટ માંગ્યો છે.

jnu 1

મંગળવારે બાળવામાં આવ્યુ હતુ પૂતળુ

જેએનયુના કૅમ્પસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પૂતળુ બાળવામાં આવ્યુ. આ ઘટના મંગળવાર રાતની છે, જ્યારે દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં અમુક છાત્રોએ પ્રધાનમંત્રી મોદીનું પૂતળુ બાળીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. છાત્રોએ મોદીના પૂતળાને રાવણના પૂતળાની જેમ 10 માથાવાળુ બનાવ્યુ હતુ. આમાં પીએમ મોદી ઉપરાંત યોગ ગુરુ બાબા રામદેવ, અમિત શાહ, સાધ્વી પ્રગ્ના, યોગી આદિત્યનાથ, આસારામ બાપૂ, નત્થૂરામ ગોડસે, જેએનયુ વીસી, ગ્નાનદેવ આહુજા અને અમુક અન્ય લોકોના ફોટા લગાવવામાં આવ્યા હતા.

jnu 2

કોણે બાળ્યુ પૂતળુ

છાત્રોએ મોદીના પૂતળાને રાવણના પૂતળાની જેમ 10 માથાવાળુ બનાવ્યુ હતુ. આમાં પીએમ મોદી ઉપરાંત યોગ ગુરુ બાબા રામદેવ, અમિત શાહ, સાધ્વી પ્રગ્ના, યોગી આદિત્યનાથ, આસારામ બાપૂ, નત્થૂરામ ગોડસે, જેએનયુ વીસી, ગ્નાનદેવ આહુજા અને અમુક અન્ય લોકોના ફોટા લગાવવામાં આવ્યા હતા. ટાઇમ્સ ઑફ ઇંડિયા સાથે વાતચીતમાં એનએસયુઆઇના એક સભ્યએ આ વાતની પુષ્ટિ પણ કરી કે તેમણે જ પૂતળુ બાળ્યુ હતુ.

jnu 3

આ માટે બાળ્યુ પૂતળુ

તેમનુ કહેવુ છે કે પૂતળુ એટલા માટે બાળવામાં આવ્યુ કે બુરાઇને સરકારમાંથી બહાર જવાનો સંદેશ આપી શકાય અને એવી સિસ્ટમ લાવવામાં આવે જે છાત્રો અને જનતાના હિતમાં કામ કરે. એનએસયુઆઇના સભ્યોનું કહેવુ છે કે પીએમ મોદી ઉપરાંત બાબા રામદેવનું પૂતળુ એટલા માટે ફૂંકવામાં આવ્યુ કારણકે તે તો હવે બાબાથી બિઝનેસમેન બની ગયા છે. સરકારના વચનો હવે માત્ર કાગળો પર રહી ગયા છે. છાત્રોના અવાજને પ્રશાસન તરફથી દબાવવામાં આવી રહ્યો છે.

jnu 4

વીડિયો સોશિયલ મીડિયામાં પણ થયો વાયરલ્

પૂતળુ બાળવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં મોદીનું પૂતળુ બાળતી વખતે પીએમ મોદી વિરુદ્ધ મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવ્યા. તમને જણાવી દઇએ કે એનએસયુઆઇ કોંગ્રેસનું સંગઠન છે માટે ભાજપ એવી માંગ કરી રહી છે કે સોનિયા ગાંધીએ આના માટે માફી માંગવી જોઇએ.

English summary
MHA asks for a report from Delhi police on JNU issue
Please Wait while comments are loading...