For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્ય સરકારને કેન્દ્રનો આદેશ- મજૂરોને ખોરાક, છત અને વિશેષ ટ્રેનની ટિકિટ આપો

રાજ્ય સરકારને કેન્દ્રનો આદેશ- મજૂરોને ખોરાક, છત અને વિશેષ ટ્રેનની ટિકિટ આપો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ સચિવ, અજય ભલ્લાએ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી સુનિશ્ચિત કરવા કહ્યું કે સરકાર પ્રવાસી મજૂરોની અવરજવરની સુવિધા આપ્યા બાદ પ્રવાસી મજૂરોને રોડ અને રેલવે પાટા પર ચાલવા દેવામાં ના આવે. ગૃહ સચિવે શુક્રવારે રાતે મોકલેલ એક પત્રમાં કહ્યું કે પ્રવાસી શ્રમિકોની પરિવહનની જરૂરીયાતને પૂરી કરવા માટે કેન્દ્ર દ્વારા શ્રમિક ટ્રેન અને વિશેષ બસ તહેનાત કરવામાં આવી છે, જે સરકારના ફેસલાને લાગૂ કરે છે.

train

પત્રમાં અજય ભલ્લાએ લખ્યું, 'તમે બધા જાણો જ છો તેવી રીતે સરકારે બસ અને શ્રમિક વિશેષ રેલગાડીઓ દ્વારા પ્રવાસી શ્રમિકોની અવરજવરને મંજૂરી આપી દીધી છે, જેથી તેઓ પોતાના મૂળ સ્થળે યાત્રા કરી શકે. આ હવે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જવાબદારી છે કે તેઓ ફસાયેલા પ્રવાસીઓ કે જેઓ પોતાના વતન જવા માંગે છે તેમની અવરજવરને સુનિશ્ચિત કરે. યાત્રીઓ માટે ટ્રેન અને બસની વ્યવસ્થા કરેલી છે ત્યારે તેમને પગપાળા ના જવાની સલાહ આપો.'

પત્રમાં આગળ કહેવામાં આવ્યું કે રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગના કારણે, રેલવે મત્રાલય સુનિશ્ચિત કરવામાં સક્ષમ છે કે 100થી વધુ શ્રમિક ટ્રેનો દરરોજ ચાલી રહી છે, અને જરૂરિયાત મુજબ એડિશનલ ટ્રેનની વ્યવસ્થા કરવાની સ્થિતિમાં છે. ભલ્લાએ કહ્યું કે, હું તમને આગ્રહ કરું છું કે હવે કોઈ પ્રવાસી મજૂર રસ્તાઓ પર કે રેલવે ટ્રેક પર ના મળી આવે તે સુનિશ્ચિત કરે અને તેમને વિશેષ બસ કે ટ્રેનમાં બેસાડવામાં આવે.

ડિઝિટલ- ઓનલાઈન શિક્ષણ પર ભાર, 1થી 12 સુધી દરેક ક્લાસ માટે એક ટીવી ચેનલડિઝિટલ- ઓનલાઈન શિક્ષણ પર ભાર, 1થી 12 સુધી દરેક ક્લાસ માટે એક ટીવી ચેનલ

English summary
The Ministry of Home Affairs (MHA) on Friday asked states and Union Territories to ensure that migrant workers who are willing to return to their native places board the buses and special trains that have been arranged for them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X