For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રીય ગૃહમંત્રાલયનો નિર્ણય, રાજીવ ગાંધી ફાઉન્ડેશન સહિત 3 ટ્રસ્ટની લેવડ-દેવડની થશે તપાસ

રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં ફંડિંગ વિશે સતત ઉઠી રહેલા સવાલો દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે મોટો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં ફંડિંગ વિશે સતત ઉઠી રહેલા સવાલો દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે મોટો નિર્ણય કર્યો છે. ગૃહ મંત્રાલય તરફથી એક સમિતિ બનાવવામાં આવી છે કે જે આ ફાઉન્ડેશનના ફંડિંગ, તેમના દ્વારા કરવામાં આવેલ ઉલ્લંઘનોની તપાસ કરશે. આ સમિતિની આગેવાનીમાં સીમાંચલ દાસ, સ્પેશિયલ ડાયરેક્ટર (ઈડી) કરશે. આ તપાસમાં PMLA એક્ટ, FCRA એક્ટના નિયમોના ઉલ્લંઘનની તપાસ કરવામાં આવશે. કમિટિની આગેવાની ઈડીના સ્પેશિયલ ડાયરેક્ટર કરશે.

નિયમોના ઉલ્લંઘનની પણ તપાસ

નિયમોના ઉલ્લંઘનની પણ તપાસ

તમને જણાવી દઈએ કે આ તપાસમાં PMLA એક્ટ, FCRA એક્ટના નિયમોના ઉલ્લંઘનની પણ તપાસ થશે. તમને જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે તણાવ વચ્ચે ભાજપે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન પાસે ફંડિંગનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડીએ એમપીમાં વર્ચ્યુઅલ રેલીને સંબોધિત કરીને કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે રાજીવ ગાંધી ફાઉન્ડેશને ચીનથી ફંડિંગ મળતી હતી.

નડ્ડાએ લગાવ્યા છે ગંભીર આરોપ

નડ્ડાએ કહ્યુ હતુ કે આ એ જ કોંગ્રેસ છે જ્યારે 2017ના ઓગસ્ટમાં ચીન અને ભારતના સ્ટેન્ડ ઑફ થઈ રહ્યુ હતુ. એ વખતે રાહુલ ગાંધી ચીનના રાજદૂત સાથે ગુપચુપ મુલાકાત કરી રહ્યા હતા. 2005-06માં ચીન અને ચાઈનીઝ એમ્બેસીએ રાજીવ ગાંધી ફાઉન્ડેશનને 300 હજાર અમેરિકી ડૉલર આપ્યા હતા.

નડ્ડાના બધા આરોપોને ધરમૂળથી ફગાવી દીધા

નડ્ડાના બધા આરોપોને ધરમૂળથી ફગાવી દીધા

આ ઉપરાંત દેશ માટે જે પ્રધાનમંત્રી રાહતકોષ બનાવવામાં આવ્યુ હતુ તેમાંથી પણ યુપીએ સરકારે પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આપ્યા હતા. જો કે કોંગ્રેસે નડ્ડાના બધા આરોપોને ધરમૂળથી ફગાવી દીધા છે અને કહ્યુ છે કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન દેશ સેવા માટે કામ કરે છે, બધા આરોપો પાયાવિહોણા છે.

13 વર્ષની કિશોરી પર ફેસબુક ફ્રેન્ડે કર્યો રેપ, 4 દોસ્તોની મદદથી અપહરણ કરી લઈ ગયો રાજસ્થાન

English summary
MHA to investigate Rajiv Gandhi Charitable Trust & Indira Gandhi Memorial Trust
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X