13 વર્ષની કિશોરી પર ફેસબુક ફ્રેન્ડે કર્યો રેપ, 4 દોસ્તોની મદદથી અપહરણ કરી લઈ ગયો રાજસ્થાન
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક 13 વર્ષની સગીર સાથે બળાત્કારનો કેસ સામે આવ્યો છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક 13 વર્ષની સગીર સાથે બળાત્કારનો કેસ સામે આવ્યો છે. આ ઘટનાનો આરોપી કિશોરીનો ફેસબુક ફ્રેન્ડ હતો. બળત્કાર બાદ આરોપી તેનુ અપહરણ કરીને રાજસ્થાન લઈ ગયો. આ દરમિયાન પોલિસ ટીમે ઘણી જગ્યાએ રેડ પાડી કિશોરીને મેળવી લીધી. આ કેસમાં પાંચ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

પોલિસના જણાવ્યા મુજબ કિશોરી 1 જુલાઈના રોજ ઘરેથી ગુમ થઈ ગઈ હતી ત્યારબાદ તેની માએ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. તપાસ કરતા પોલિસને જાણવા મળ્યુ કે તે ફેસબુક પર એક 22 વર્ષના યુવકના સંપર્કમાં હતી. ત્યારબાદ પોલિસની ટીમે લોકેશન ટ્રેસ કરીને રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ઘણી જગ્યાએ રેડ પાડી ત્યારે કિશોરી મળી આવી. આ દરમિયાન મુખ્ય આરોપી અને તેના ચાર સાથીઓની ધરપકડ કરવામાં આવી.
આરોપીએ પૂછપરછમાં જણાવ્યુ કે તેને કિશોરીનુ અપહરણ કર્યુ. લૉકડાઉન દરમિયાન તે તેને રાજસ્થાન લઈ ગયો. જેમાં તેને ચાર દોસ્તોએ મદદ કરી. વળી, લૉકડાઉન બાદ પણ રસ્તામાં ક્યાંય પોલિસે તેમને રોક્યા નહોતા. પોલિસ અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપી પર સગીર કિશોરી પર બળાત્કાર કરવાનો આરોપ પણ લાગ્યો છે. હાલમાં પોક્સો હેઠળ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
