For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MiG-21 Crashed Barmer: રાજસ્થાનના બાડમેરમાં IAFનુ લડાકુ વિમાન ક્રેશ, 2 પાયલટના મોત

રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભારતીય સેનાનુ ફાઈટર પ્લેન ક્રેશ થયુ છે.

|
Google Oneindia Gujarati News

બાડમેરઃ રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભારતીય સેનાનુ ફાઈટર પ્લેન ક્રેશ થયુ છે. આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા છે. આ અકસ્માત બાડમેર જિલ્લાના ભીમડા ગામમાં ગુરુવારે રાત્રે લગભગ 9 વાગ્યે થયો હતો. બાડમેર કલેક્ટરે બે પાયલટના મોતની પુષ્ટિ કરી છે. આ સાથે જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે વાયુસેના પ્રમુખ સાથે વાત કરી છે.

barmer

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ભીમડા ગામમાં રાત્રે જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. પછી આકાશમાંથી અગનગોળા પડતા જોવા મળ્યા. ફાઈટર પ્લેન ક્રેશ થતાં ગામમાં રાત્રે અંધાધૂંધી મચી ગઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયુ હતુ. પ્લેન ક્રેશ થયુ ત્યારે અડધો કાટમાળ લગભગ અડધો કિલોમીટર દૂર પડ્યો હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. પ્લેનમાં પેરાશૂટ ન ખુલવાને કારણે બંને પાયલોટના મોતના સમાચાર પણ છે.

ક્રેશ થયેલા મિગ 21ની તસવીરો ખૂબ જ ચોંકાવનારી છે. બંને મિગ પાયલટના મૃતદેહ અને વિમાનનો કાટમાળ ઘણા દૂર સુધી ફેલાયેલા છે. જે તસવીરો સામે આવી છે તેમાં જોવા મળે છે કે પાઈલટના શરીરના ઘણા ટુકડા થઈ ગયા હતા. પાયલોટનું માથુ પણ ફ્યુઝલેજથી અલગ થઈ ગયુ હતુ. ન્યૂઝ એજન્સી ANI અનુસાર જે ફાઈટર પ્લેનમાં દુર્ઘટના થઈ તે મિગ-21 છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે વિમાન દુર્ઘટના અંગે ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સાથે વાત કરી છે. એર ચીફે તેમને આ ઘટના વિશે વિગતવાર માહિતી આપી હતી.

English summary
MiG-21 fighter aircraft crashes in Bhimda Barmer Rajasthan, Indian Air Force two pilots feared dead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X