For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરબ સાગરમાં મળ્યો મિગ-29કેનો કાટમાળ, કમાંડર નિશાંત સિંહની શોધ ચાલુ

ચાર દિવસ પહેલા (26 નવેમ્બર) ગોવાના તટેથી અરબ સાગરમાં ગુમ થયેલ મિગ-29કે વિમાનનો અમુક કાટમાળ ભારતીય નેવીને મળી ગયો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ચાર દિવસ પહેલા (26 નવેમ્બર) ગોવાના તટેથી અરબ સાગરમાં ગુમ થયેલ મિગ-29કે વિમાનનો અમુક કાટમાળ ભારતીય નેવીને મળી ગયો છે. વળી, વિમાનના પાયલટ કમાંડર નિશાંતની શોધ હજુ પણ ચાલુ છે. નેવીના એક પ્રવકતાએ આની માહિતી આપી. નેવી તરફથી જારી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યુ છે કે સર્ચ ઑપરેશનમાં નેવી યુદ્ધજહાજો સાથે જ 14 વિમાન લાગેલા છે. ભારતીય નેવીના ફાસ્ટ ઈન્ટરસેપ્ટર ક્રાફ્ટને પણ તટના કિનારે પાણીમાં શોધ માટે તૈનાત કરવામાં આવ્યુ છે.

અમુક કાટમાળ મળ્યો

અમુક કાટમાળ મળ્યો

નેવીએ જણાવ્યુ કે દૂર્ઘટનાનો શિકાર થયેલ મિગ-29કે ટ્રેનર વિમાનના કમાંડર નિશાંત સિંહના શોધ અભિયાન દરમિયાન અમુક કાટમાળ મળ્યો છે. જેમાં લેંડિંગ ગિયર, ટર્બો ચાર્જર, ઈંધણ ટેંક એન્જિન અને વિંગ કાઉલિંગ શામેલ છે. નેવી તરફથી આસપાસ માછલી પકડનાર ગામોને પણ દૂર્ઘટનાગ્રસ્ત વિમાનની માહિતી આપવામાં આવી છે અને માછીમારોને ટ્રેનર વિમાનના કોઈ પણ પ્રકારનો સુરાગ મળવા પર બતાવવા માટે કહેવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે મિગ 29કેના વિમાનવાહત યુદ્ધ જહાજે આઈએનએસ વિક્રમાદિત્યથી ઉડાન ભરી અને ગુરુવારની સાંજે લગભગ પાંચ વાગે બે પાયલટો સાથે અરબ સાગરમાં દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ હતુ. જહાજના બે પાયલટોમાંથી ટ્રેની પાયલટને બચાવી લેવામાં આવ્યો છે જ્યારે ટ્રેનર કમાંડર નિશાંત સિંહ દૂર્ઘટના બાદથી ગુમ છે. ત્યારથી જ સમુદ્રમાં તેમની શોધ ચાલી રહી છે.

વાયરલ થઈ રહી છે કમાંડર નિશાંતની ચિઠ્ઠી

વાયરલ થઈ રહી છે કમાંડર નિશાંતની ચિઠ્ઠી

નિશાંત સિંહની શોધ સાથે જ તેમનો એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. આ પત્ર સાત મહિના પહેલા જ કમાંડર નિશાંત સિંહે પોતાના વરિષ્ઠ અધિકારીઓને લખ્યો હતો. પોતાના લગ્નના નિર્ણયની સૂચના પોતાના વરિષ્ઠ અધિકારીઓને આપવા માટે. આ પત્રની ભાષા અને તેને અંદાજ જણાવે છે કે કમાંડર સિંહ કેટલા જિંદાદિલ વ્યક્તિ હતા. પોતાના લગ્નની મંજૂરી માંગીને કમાંડર નિશાંત સિંહે પોતાના સીનિયર ઑફિસરને લખ્યુ હતુ, 'હું ખુદ પર એક ન્યૂક્લિયર પાડવા માંગુ છુ અને હું અનુભવુ છુ કે જેમ કે યુદ્ધ દરમિયાન આપણે ક્ષણભરમાં નિર્ણય લઈએ છીએ, મારી પાસે આ નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે સમય ખર્ચવાની લક્ઝરી નથી.'

વૉરમાં ઉપયોગમાં લેવાતી ભાષાનો શાનદાર ઉપયોગ

વૉરમાં ઉપયોગમાં લેવાતી ભાષાનો શાનદાર ઉપયોગ

તેમણે વૉરમાં ઉપયોગમાં લેવાતી ભાષાનો શાનદાર ઉપયોગ કરીને અંગ્રેજીમાં લખેલા પત્રમાં કહ્યુ કે ત્રણ વર્ષની કઠોર ટ્રેનિંગને પૂરી કર્યા બાદ મિસ નાયબ રંધાવા અને મે પરસ્પર સંમતિથી નક્કી કર્યુ છે કે વાસ્તવમાં અમે બંને એકબીજાને માર્યા વિના પોતાની જિંદગી એકસાથે પસાર કરી શકીએ છે. લગ્નની મંજૂરી માંગીને તેમણે લખ્યુ, 'મને આશા છે કે આ બેદરકાર, આત્મહત્યા જેવા દેખાતા અને પૂર્ણ રીતે બાલિશતામાં કરેલી ભૂલને માફ કરવા માટે દિલ છે.' પત્રના અંતમાં આ યુવા પાયલટે પોતાના સીનિયર ઑફિસરને લગ્નમાં આવવાનુ આમંત્રણ આપીને લખ્યુ, 'તમે વ્યક્તિગત રીતે આ Massacreમાં શામેલ થાવ અને આ જોડીને શ્રદ્ધાંજલિ આપો.' પત્રના અંતેમાં કમાંડર નિશાંત સિંહે લખ્યુ, 'અત્યાર સુધી તમારો હતો પરંતુ હવે તેનો વિશ્વાસી છુ.'

PM મોદી આજે જશે વારાણસી, દેવ દિવાળીના કાર્યક્રમમાં થશે શામેલPM મોદી આજે જશે વારાણસી, દેવ દિવાળીના કાર્યક્રમમાં થશે શામેલ

English summary
MiG-29K crash: Debris recovered, Indian Navy rescue of missing pilot continues.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X