For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પેશિયલ ટ્રેનથી ડીડીયૂ જંક્શન પહોંચ્યા પ્રવાસી મજૂરો, કહ્યું- 900 રૂપિયા ભાડું આપ્યું

સ્પેશિયલ ટ્રેનથી ડીડીયૂ જંક્શન પહોંચ્યા પ્રવાસી મજૂરો, કહ્યું- 900 રૂપિયા ભાડું આપ્યું

|
Google Oneindia Gujarati News

ચંદૌલીઃ લૉકડાઉનમાં કામ ધંધા બંધ થઈ ગયા છે. જેને પગલે બીજા પ્રદેશોમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકોનું પલાયન ચાલુ છે. વિવિધ રાજ્યોમાં ફસાયેલા લાખો શ્રમિક ઘર વાપસી માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી છે. આ કડીમાં દુજરાતના રાજકોટમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકોને લઈ ટ્રેન ઉત્તર પ્રદેશના દીનદયાળ ઉપાધ્યાય જંક્શન પહોંચી. આ દેરમિયાન શ્રમિકોએ સરકાર દ્વારા ભાડાં માફીના દાવાને ફગાવી દીધા છે. મજૂરોએ જણાવ્યું કે તેમની પાસેથી રાજકોટથી ડીડીયૂ જંક્શનની યાત્રા માટે 900 રૂપિયા માંગવામાં આવ્યા જ્યારે ટિકિટ પર પ્રિન્ટેડ ભાડું 685 રૂપિયા હતું.

કામ ધંધા બંધ થઈ ગયા હતા, ઘર વાપસી સિવાઈ કોઈ ચારો નહોતો

કામ ધંધા બંધ થઈ ગયા હતા, ઘર વાપસી સિવાઈ કોઈ ચારો નહોતો

ઘરે પરત ફર્યા બાદ મજબૂર આ પ્રવાસી શ્રમિકોએ મીડિયાને પોતાનું દર્દ વ્યક્ત કરતા કહ્યું કે શ્રમિકોએ મીડિયાને જણાવ્યું કે કોરોના વાયરસ મહામારી અને લૉકડાઉનને પગલે કામ ધંધા બંધ થઈ ગયા હતા. એટલું જ નહિ તેમની સામે ખાણીપીણીની સમસ્યા ઉભી થઈ ગઈ હતી. જ્યારે કોઈ રસ્તો નહોતો દેખાઈ રહ્યો ત્યારે આ બધા કામદારોએ ઘર વાપસીનો ફેસલો લીધો. આના માટે તેમમણે શ્રમિક સ્પેશિયલ ટ્રેનથી ઘર વાપસીનું રજિસ્ટ્રેશન કરાવ્યું.

685 રૂપિયા માટે 900 રૂપિયા પ્રિન્ટેડ કર્યા

685 રૂપિયા માટે 900 રૂપિયા પ્રિન્ટેડ કર્યા

શ્રમિકોએ જણાવ્યું કે રાજકોટથી ડીડીયૂ જંક્શન સુધીના સફર માટે 900 રૂપિયા માંગવામાં આવ્યા જ્યારે ટિકિટ પર પ્રિન્ટેડ ભાડું 685 રૂપિયા હતું. તેમણે કહ્યું કે ઘરે પાછા ફરવા સિવાય બીજો કોઈ ચારો પણ નહોતો, માટે જેટલા પૈસા માંગ્યા આપી દીધા. યાત્રા દરમિયાન પણ તેમણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ કામદારોનું કહેવું હતું કે ટ્રેનમાં પીવાના પાણી અને ભોજનની ઘણી સમસ્યા હતી. જણાવી દઈએ કે ગુરુવારે પહોંચેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનથી પહોંચેલા મજૂરોએ પણ દાવો કર્યો હતો કે તેમની પાસેથી 630 રૂપિયાની ટિકિટ પર 800 રૂપિયા વસૂલવામાં આવ્યા અને ટ્રેનમાં ખાવામાં પણ ખાલી ખિચડી જ મળી હતી.

ઘર વાપસી માટે સરકારનો ધન્યવાદ

ઘર વાપસી માટે સરકારનો ધન્યવાદ

ન્યૂજ 18ના અહેવાલ મુજબ દિલ્હી-હાવડા રેલવે રૂટ પર આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન પર ગુજરાતના રાજકોટથી ચલાવવામાં આવેલ શ્રમિક સ્પેશિયલ ટ્રેનથી શુક્રવારે 1079 પ્રવાસી મજૂર પહોંચ્યા હતા. લગભગ 3 વાગ્યે પહોંચેલી ટ્રેનથી આવેલા શ્રમિકોના થર્મલ સ્ક્રીનિંગ કરાયા બાદ બસમાં બેસાડી તેમને ગૃહ જનપદ સુધી મોકલી દીધા. રાજકોટથી ડીડીયૂ જંક્શન પહોંચેલી આ ટ્રેનમાં ચંદૌલી, વારાણસી, ભદોહી, જૌનપુર, પ્રતાપગઢ, મિર્જાપુર, સોનભદ્ર, બલિયા, મઉ, આજમગઢ, પ્રયાગરાજ અને ગાજીપત સહિત ડઝનેક જિલ્લાના લોકો સવાર હતા. ઘર વાપસી માટે તેમમે યૂપી સરકારનો આભાર વ્યક્ત કર્યો.

Madhya Pradesh Accident: નરસિંહપુરમાં ટ્રક અકસ્માતમાં 5 મજૂરના મોત, 11 ઘાયલMadhya Pradesh Accident: નરસિંહપુરમાં ટ્રક અકસ્માતમાં 5 મજૂરના મોત, 11 ઘાયલ

English summary
uttar pradesh migrant workers arrive in Mughal Sarai Junction in special trains from gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X