For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મજૂરે ઘરે જવા કહ્યુ તો માલિકે બેરહેમીથી માર્યો, ફોટામાં જુઓ નિર્દયતા

તમિલનાડુના ત્રિવલ્લુર જિલ્લામાં મજૂરો સાથે મારપીટ કરવાનો કેસ સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

તમિલનાડુના ત્રિવલ્લુર જિલ્લામાં મજૂરો સાથે મારપીટ કરવાનો કેસ સામે આવ્યો છે. આ મજૂર એક ઈંટના ભઠ્ઠામાં કામ કરે છે. આરોપ છે કે જ્યારે તેણે માલિકને કહ્યુ કે આ લોકો ઘરે જવા ઈચ્છે છે તો તેણે ચૂપચાપ કામ કરવા કહ્યુ. તેમણે કામ કરવાની ના પાડી તો તેમને ખૂબ જ નિર્દયતાથી મારવામાં આવ્યા. અમુક ફોટા સામે આવ્યા છે જેમાં એક મજૂરનુ માથુ ફાટી ગયુ છે તો એક મહિલાના હાથ પર નિશાન છે. ત્યારબાદ પોલિસે જાણવાજોગ લીધી છે.

labour

ત્રિવલ્લુર એસપી પી. અરવિંદને કહ્યુ છે કે ફોટા સામે આવ્યા બાદ બધા મજૂરોને ભઠ્ઠામાંથી કાઢી લેવામાં આવ્યા છે. આ કોઈ 300 લોકો છે જેમાં સૌથી વધુ ઓરિસ્સાના છે. વળી, અમુક મજૂર ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢના છે. તેમણે જણાવ્યુ કે સોમવારે આ ઘટના બની. મજૂરોએ ફોટા પોતાના ઘરે મોકલ્યા હતા ત્યારબાદ તે પોલિસ સુધી પણ પહોંચ્યા. આના પર પોલિસે કાર્યવાહી કરી. પોલિસે જણાવ્યુ કે ભઠ્ઠાના માલિક અને તેના સાથીઓ વિરુદ્ધ સંબંધિત કલમોમાં કેસ નોધી લેવામાં આવ્યો છે.

વળી, મજૂરોને તેમના ગૃહ રાજ્યોમાં મોકલવા માટે રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યુ છે. લૉકડાઉનમાં મજૂરોના ઘરે જવાની જે પ્રક્રિયા છે, તે હેઠળ તેમને મોકલવામાં આવશે. તમને જણાવી દઈએ કે દેશમાં 25 માર્ચે લૉકડાઉન લાગુ થયા બાદથી જ મજૂરો ગંભીર રીતે પ્રભાવિત છે. ક્યાંક તે કામ ન મળવાના કારણે સેંકડો મીલ પગે ચાલીને જઈ રહ્યા છે અને દૂર્ઘટનાઓના શિકાર બની રહ્યા છે. તો ક્યાંક તેમને બંધક બનાવીને કામ કરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આવુ એટલા માટે થઈ રહ્યુ છે કારણકે મજૂરો ગયા તો લૉકડાઉનમાં તેમનુ પાછુ આવવુ અશક્ય જ બની જશે. ઘણી જગ્યાએથી મજૂરોના મારપીટના સમાચારો સતત આવી રહ્યા છે.

કાર્યાલયો માટે આરોગ્ય મંત્રાલયની નવી ગાઈડલાઈન, 1-2 કેસ માટે ઑફિસ બંધ કરવાની જરૂર નહિકાર્યાલયો માટે આરોગ્ય મંત્રાલયની નવી ગાઈડલાઈન, 1-2 કેસ માટે ઑફિસ બંધ કરવાની જરૂર નહિ

English summary
Migrant workers beaten up by employer for wanting to go home in Tiruvallur tamilnadu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X