For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મહિલાઓની સુરક્ષા સરકારની જવાબદારી નથી'

|
Google Oneindia Gujarati News

vijay
ભોપાલ, 5 ફેબ્રુઆરીઃ દિલ્હી ગેંગરેપ બાદ મહિલાઓની સુરક્ષાને લઇને દેશમાં ચર્ચાનો દોર ચાલી રહ્યો છે. લોકોની દ્રષ્ટિ મહિલાઓને લઇને બદલાઇ રહી છે, પરંતુ લાગે છે કે આપણા મંત્રીઓની દ્રષ્ટિમાં કોઇ બદલાવ આવ્યો નથી. મધ્યપ્રદેશના જનજાતીય મંત્રી વિજય શાહની દ્રષ્ટિ મહિલાઓને લઇને બદલાયેલી જોવા મળી રહી નથી. મહિલાઓની સુરક્ષાના મામલે તેમણે એક અજીબો ગરીબ નિવેદન આપી દીધું છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે મહિલાઓની સુરક્ષા પર બોલતા તેતમણે કહ્યું કે, છોકરીઓની સુરક્ષાની જવાબદારી સરકારની નહીં પરંતુ તેમના માતા-પિતાની છે.

મંત્રીજીનું માનવું છે કે છોકરીઓ પોતાના ઘરથી દૂર હોસ્ટેલમાં રહે છે, તેમની સુરક્ષાની જવાબદારી સરકારની નથી. અલીરાજપુરમાં લોકો છોકરીઓ માટે ગર્લ્સ હોસ્ટેલને સુરક્ષા પૂરી પાડવામા આવે તેવી માંગ કરી રહ્યાં તા. તેમને આશ્વાસન આપવાના બદલે વિજય શાહ તેમના પર ભડક્યા હતા. તેઓ નથી માનતા કે છોકરીઓની સુરક્ષાની જવાબદારી સરકારની છે. રાજ્યના એસસી, એસટી વગરની જે છાત્રાઓને હોસ્ટેલમાં સ્થાન નથી મળતું તેમને ભાડે મકાન રાખીને રહેવું પડે છે.

અને સરકાર તેમને ભાડું અને વિજળી આપે છે, પરંતુ આ લોકો પોતાની છોકરીઓની સુવિધાને જોતા સરકારને ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની માંગ કરી રહ્યાં છે. મહિલાઓની સુરક્ષાને લઇને આખો દેશ જાગી ગયો છે. દરેક રાજકીય પાર્ટી આ તમે કોઇ પણ વિવાદને હવા આપવા ઇચ્છતી નથી. તેવામાં ભાજપના નેતાના આ નિવેદનથી પાર્ટીએ મો ફેરવતા તેને તેમનું વ્યક્તિગત નિવેદન ગણાવ્યું છે અને તપાસ કરાવવાની વાત કરી છે. બીજી તરફ વિપરક્ષી પાર્ટી કોંગ્રેસને એક મુદ્દો મળી ગયો છે. ભાજપી નેતાની આ નિવેદન બાદ ચારેકોર ટીકા થઇ રહી છે. મહિલા આયોગના અધ્યક્ષા મમતા શર્માએ વિજય શાહના નિવેદનની નિંદા કરી છે. આ પહેલીવાર નથી કે ભાજપી મંત્રીઓએ મહિલાઓ પર આ પ્રકારનું નિવેદન કર્યું હોય. આ પહેલા પણ નેતાઓએ મહિલાઓને લઇને આવા નિવેદન કર્યા છે.

English summary
Madhya Pradesh minister Vijay Shah said that protecting girls is the primary responsibility of the parents and not the government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X