For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રએ રાજ્યોને ટોમેટો ફ્લુ વિશે જાહેર કરી એડવાઈઝરી, જાણો શું છે તેના લક્ષણ અને બચાવ

કેન્દ્ર સરકારે મંગળવારે તમામ રાજ્યોને હેન્ડ ફૂટ એન્ડ માઉથ જેને સામાન્ય રીતે ટોમેટો ફ્લૂ તરીકે ઓળખવામાં આવે છે તે અંગે એડવાઈઝરી જાહેર કરી હતી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે મંગળવારે તમામ રાજ્યોને હેન્ડ ફૂટ એન્ડ માઉથ જેને સામાન્ય રીતે ટોમેટો ફ્લૂ તરીકે ઓળખવામાં આવે છે તે અંગે એડવાઈઝરી જાહેર કરી હતી. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એવુ કહેવામાં આવ્યુ છે કે કેરળના કોલ્લમ જિલ્લામાં 6 મે અને 26 જુલાઈના રોજ ટોમેટો ફ્લૂ પ્રથમ વખત જોવા મળ્યો હતો, જ્યાં 5 વર્ષથી વધુ ઉંમરના 82 બાળકોમાં ચેપ જોવા મળ્યો હતો. આ સિવાય કેરળના અંચળ, આર્યનક્વુ અને નેદુવતુર વિસ્તારમાં પણ તેના કેસ નોંધાયા હતા.

આ રાજ્યોમાં જોવા મળ્યા કેસ

આ રાજ્યોમાં જોવા મળ્યા કેસ

કેરળ બાદ તમિલનાડુ અને કર્ણાટકમાં ટોમેટો ફ્લૂ ફેલાઈ રહ્યો છે. ઓડિશામાં પણ 1-9 વર્ષની વયના 26 બાળકોમાં આ ચેપ જોવા મળ્યો હતો. હાલમાં કેરળ, તમિલનાડુ, હરિયાણા અને ઓડિશામાં ટામેટાના ફ્લૂના કેસ મળી આવ્યા છે, આ સિવાય દેશના અન્ય રાજ્યોમાં આ ચેપ જોવા મળ્યો નથી. તમને જણાવી દઈએ કે ટામેટાના ફ્લૂના ચેપના દર્દીમાં તેના શરીર પર ટામેટાના રૂપમાં ત્વચા પર ફૂગ દેખાય છે, જ્યારે તે મોટો થાય છે ત્યારે તે ટામેટાં જેવુ દેખાય છે.

અન્ય સંક્રમણની જેમ

અન્ય સંક્રમણની જેમ

ટોમેટો ફ્લૂના પ્રારંભિક લક્ષણો બાળકોમાં જોવા મળ્યા છે, તે અન્ય ચેપ જેવા જ છે, જેમાં દર્દીને તાવ, શરીર પર ફોલ્લીઓ, ગાંઠોમાં દુખાવો થાય છે. ત્વચા પર ફોલ્લીઓ થાય છે અને ખંજવાળ પણ આવે છે. અન્ય વાયરલ ચેપની જેમ થાક, ઉબકા, પાતળો ઝાડો, તાવ, પાણીની કમી, ગાંઠોમાં સોજો, શરીરમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે.

લક્ષણ

લક્ષણ

આ ચેપની શરૂઆતમાં દર્દીને હળવો તાવ આવે છે, ભૂખ ઓછી લાગે છે, ગળામાં દુખાવો થાય છે. શરૂઆતમાં એક-બે દિવસ તાવ રહે છે, શરીરમાં નાની-નાની લાલ ફોલ્લીઓ દેખાય છે, જે પાછળથી મોટી થઈ જાય છે. તે મુખ્યત્વે જીભ પર દેખાય છે, ગાલની અંદર દેખાય છે, હથેળી પર પણ દેખાય છે. બાળકોમાં તેને ઓળખવા માટે મોલીક્યુલર અને સીરોલોજીકલ ટેસ્ટ કરવામાં આવે છે. તેના દ્વારા જ તેની ઓળખ થઈ શકે છે.

આ વસ્તુઓનુ રાખો ધ્યાન

આ વસ્તુઓનુ રાખો ધ્યાન

ટોમેટો ફ્લૂ એ જાતે જ ઠીક થનારો રોગ છે, થોડા દિવસોમાં તેના દર્દીઓ જાતે જ સાજા થવા લાગે છે. શાળાએ જતા બાળકોમાં આ રોગ સામાન્ય છે. નવજાત અને નાના બાળકોમાં તે વધુ જોવા મળે છે. આ ચેપ બાળકોના નેપકીન વાપરવાથી, ગંદી સપાટીને સ્પર્શવાથી, વસ્તુઓ સીધી મોઢામાં નાખવાથી થાય છે. HFMD મુખ્યત્વે 19 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે. પરંતુ તે પુખ્ત વયના લોકોમાં પણ થાય છે.

કેવી રીતે કરશો બચાવ

કેવી રીતે કરશો બચાવ

આ રોગ માટે કોઈ ચોક્કસ કે અલગ દવા નથી. તેની સારવાર વાયરલ ચેપ જેવી જ છે. આમાં દર્દીને એકલા રાખવામાં આવે છે, તેને આરામ કરવાની સલાહ આપવામાં આવે છે, પ્રવાહી પીવાથી આમાં રાહત મળે છે. આ સાથે તાવ, શરીરના દુખાવામાં પેરાસીટામોલનો ઉપયોગ થાય છે. દર્દીને 5-7 દિવસ માટે અલગ રાખવામાં આવે છે જેથી ચેપ અન્ય લોકોમાં ન ફેલાય. આ ચેપથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ સ્વચ્છતા જાળવવો, આસપાસ ગંદકી ન થવા દેવી, બાળકોના કપડાં, રમકડાં, ખોરાક વગેરેને ચેપ લાગવાથી બચાવવાનો છે.

English summary
Ministry of Health and Family Welfare issues advisory for Tomato flu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X