For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમાકુ ખાનારા થઈ જાવ સાવચેત, સરકારે જારી કરી નવી ચેતવણી

કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોના વાયરસ(કોવિડ-19) સંક્રમણને અટકાવવા માટે તમાકુના ઉત્પાદનો માટે એક અધિસૂચના જારી કરી છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોના વાયરસ(કોવિડ-19) સંક્રમણને અટકાવવા માટે તમાકુના ઉત્પાદનો માટે એક અધિસૂચના જારી કરી છે. આ અધિસૂચના સોમવારે જારી કરવામાં આવી છે. આમાં તમાકુ ઉત્પાદનોના પેક પર નવી આરોગ્ય ચેતવણી આપવામાં આવી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે 1 સપ્ટેમ્બર, 2020ના રોજ અથવા ત્યારબાદ નિર્મિત કે આયાત કરેલ કે પેક કરવામાં આવેલ બધા તમાકુ ઉત્પાદનો પર પહેલો ફોટો પ્રદર્શિત હોવો જોઈએ.

tobacco

સાથે જ 1 સપ્ટેમ્બર, 2021ના રોજ અથવા ત્યારબાદ નિર્મિત કે આયાત કરેલ કે પેક કરવામાં આવેલ ઉત્પાદનો પર બીજો ફોટો પ્રદર્શિત હોવો જોઈએ. આ નિયમોનુ પાલન ન કરવા પર કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલા મંત્રાલયે બધા રાજ્યોને સાર્વજનિક સ્થળોએ ચાવનાર તમાકુના ઉપયોગ અને થૂંકવાવ પર રોક લગાવવા કહ્યુ હતુ. આરોગ્ય મંત્રાલયે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવને આ વિશે એક પત્ર પણ મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, 'ધૂમાડા રહિત ચવાતા તમાકુ, પાન મસાલા અને સોપારીમાં શરીરમાં લાળ વધુ બનવા લાગે છે અને આનાથી થૂંકવાની વધુ ઈચ્છા થાય છે. સાર્વજનિક સ્થળો પર થૂંકવાથી કોવિડ-19ના પ્રસારમાં ગતિ આવી શકે છે.' કોરોના વાયરસ મહામારીના વધતા ખતરાને જોતા ભારતીય આયુર્વિજ્ઞાન ચિકિત્સા પરિષદ(આઈસીએમઆર)એ જનતાને ચવાનાર તમાકુના ઉત્પાદનોના સેવનથી દૂર રહેવા અને સાર્વજનિક સ્થળોએ નહિ થૂંકવાની અપીલ કરી છે.

સાર્વજનિક સ્થળોએ થૂંકવા પર થશે કડક કાર્યવાહી

પત્ર અનુસાર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો પાસે વિવિધ કાયદાઓ હેઠળ કોવિડ-19 સામે લડવા માટે જરૂરી અધિકારછે. આમાં કહેવામાં આવ્યુ છે, 'આ પૃષ્ઠભૂમિમાં આ અપીલ કરવામાં આવી છે કે સાર્વજનકિ રીતે ચવાતા તમાકુ ઉત્પાદનોના ઉપયોગ અને થૂંકવાને પ્રતિબંધિત કરવા માટે યોગ્ય કાયદા હેઠળ જરૂરી ઉપાય કરવામાં આવી શકે છે.' તમને જણાવી દઈએ કે બિહાર, ઝારખંડ, તેલંગાના, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હરિયાણા, નાગાલેન્ડ અને અસમ જેવા અમુક રાજ્યો કોવિડ 19 મહામારી દરમિયાન પહેલેથી જ સાર્વજનિક સ્થળોએ ચવાતા તમાકુ ઉત્પાદનોના ઉપયોગ અને થૂંકવા પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ છૂટ દરમિયાન સજાગતા જરૂરી નહિતો સ્થિતિ વધુ બગડશેઃ આરોગ્ય મંત્રાલયઆ પણ વાંચોઃ છૂટ દરમિયાન સજાગતા જરૂરી નહિતો સ્થિતિ વધુ બગડશેઃ આરોગ્ય મંત્રાલય

English summary
ministry of health and family welfare notified new sets of specified health warnings for all tobacco product packs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X