યુદ્ધનૌકા આઇએનએસ ગંગામાં બ્લાસ્ટ, ત્રણને ઇજા
નવી દિલ્હી, 9 મે: ભારતીય નેવીની શાન યુદ્ધનૌકા આઇએનએસ ગંગામાં શુક્રવારે આગ લાગવાને લીધે ત્રણ લોકોને ઇજા પહોંચી છે. મુંબઇ ડૉક પર થયેલા આ બ્લાસ્ટથી અફરા તફરી મચી ગઇ. આ ઘટના બાદ સુરક્ષાબળોએ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે પહોંચાડ્યા છે.
નૌસેનાના સૂત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર આ શિપયાર્ડ પોતાના રૂટીન અનુસાર સમારકામ દરમિયાન વેલ્ડિંગ કરતી વખતે 11.50 વાગે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં નાવિક અને નાગરિકોને આગથી ઘણું નુકસાન થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ શિપયાર્ડને મુંબઇ સ્થિત મૈગાજોન ડૉકમાં 30 ડિસેમ્બર, 1985માં તૈયાર કરવામાં આવ્યું હતું.

આઇએનએસ ગંગામાં અચાનક સર્જાયેલી દુર્ઘટનાની તપાસ કરવામાં લાગી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આઇએનએસ ગંગા ગલ્ફ વિસ્તારમાં 2012થી રૂટિન પેટ્રોલિંગનું કાર્ય કરતી હતી.












Click it and Unblock the Notifications
