સીતાપુરમાં નાબાલિક સાથે 7 લોકોએ કર્યો ગેંગરેપ, 6 અરેસ્ટ

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તરપ્રદેશ સીતાપુરમાં નાબાલિક સાથે ગેંગરેપ કરવાની ઘટના સામે આવી છે. પીડિતા ઘ્વારા પોલીસને જણાવવામાં આવ્યું કે 7 લોકોએ એક પછી એક તેનો બળાત્કાર કર્યો. ગેંગરેપ ના 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. જયારે પોલીસ સાતમા આરોપીને શોધી રહી છે. આખી ઘટનાની ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને પોલીસ આખા મામલાની જાંચ કરી રહી છે.

uttar pradesh

જાણકારી અનુસાર સીતાપુરના સંદના ચોકી વિસ્તારમાં મેળો જોવા ગયેલી કિશોરીને 7 લોકો ઘ્વારા જબરજસ્તી પકડી લેવામાં આવી. જયારે કિશોરીના ભાઈએ તેમને રોક્યા તો તેની ખુબ જ ખરાબ રીતે પીટાઈ કરવામાં આવી. એસપી આનંદ કુલકર્ણી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીડિતાને મેડિકલ માટે મોકલી આપવામાં આવી છે. કિશોરીની ઉમર લગભગ 13 વર્ષ છે. ઘટના થયા પછી કિશોરી જયારે ઘરે પહોંચી ત્યારે તેને મહિલા હેલ્પલાઇન નંબર પર ફોન કરી તેની જાણકારી આપી.

ઘટના વિશે જાણકારી મળતા જ એસપી ચોકી પોલીસ સાથે પહોંચી ગયા અને આખા મામલા વિશે તપાસ ચાલુ કરી દીધી. પોલીસે આ મામલે ધનુ, મનોજ, કામતા, ચંદુ, હિમાંશુ સહીત 6 લોકોની ધરપકડ કરી છે. એસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીડિતા ઘ્વારા આપવામાં આવેલા નિવેદનને આધારે કેસ નોંધી તેની જાંચ કરવામાં આવી રહી છે.

English summary
Minor girl gangraped by 7 men in Sitapur Uttar Pradesh. 6 accused has been arrested in the case.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.