સ્વીપરે હૉસ્પિટલના બાથરુમમાં ગર્ભવતી મહિલા સાથે કર્યો રેપ, બોલ્યો - 'કપડા વગર ક્યાં જઈશ'

વિભાગીય હૉસ્પિટલમાં ત્રણ મહિના ગર્ભવતી મહિલા સાથે રેપનો કેસ સામે આવ્યો છે.

મિર્ઝાપુરઃ વિભાગીય હૉસ્પિટલમાં ત્રણ મહિના ગર્ભવતી મહિલા સાથે રેપનો કેસ સામે આવ્યો છે. પીડિતાનો આરોપ છે કે હૉસ્પિટલના સફાઈકર્મીએ તેની સાથે રેપની ઘટનાને અંજામ આપ્યો છે. વિભાગીય હૉસ્પિટલમાં રેપનો કેસ સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. પોલિસ પીડિત મહિલાની ફરિયાદ પર રિપોર્ટ નોંધીને આરોપી સફાઈકર્મીને શોધવામાં લાગી ગઈ છે.

rape

તબિયત ખરાબ હોવાના લીધે કરાવવવામાં આવી હતી ભરતી

મિર્ઝાપુરના લાલગંજ પોલિસ સ્ટેશન વિસ્તારની રહેવાસી પીડિત મહિલા ત્રણ મહિનાની ગર્ભવતી છે. મીડિયા રિપોર્ટસ મુજબ સાત મેના રોજ તબિયત ખરાબ હોવાના કારણે તેને ઈલાજ માટે વિભાગીય હૉસ્પિટલમા ભરતી કરાવવામાં આવી હતી. પીડિતાએ પોલિસને કરેલી ફરિયાદમાં જણાવ્યુ કે નવ વાગ્યાથી દસ વાગ્યા વચ્ચ હૉસ્પિટલમાં સફાઈનુ કામ કરનાર સફાઈકર્મી સાહિલે રેપની ઘટનાને અંજામ આપ્યો.

બાથરુમમાં કપડા બદલી રહી હતી પીડિતા

રિપોર્ટ મુજબ ઘટના એ વખતે બની જ્યારે મહિલા દર્દી વૉર્ડના બાથરુમમાં જઈને કપડા બદલી રહી હતી. મહિલાનો આરોપ છે કે ત્યારે આરોપી સફાઈકર્મી બાથરુમની અંદર ઘૂસ્યો અને તેણે પહેલા બધા કપડા બહાર ફેંકી દીધા અને કહ્યુ કે કપડા વગર બહાર કેવી રીતે જઈશ. ત્યારબાદ બળજબરીથી મોઢુ બંધ કરીને તેની સાથે રેપ કર્યો. આ દરમિયાન પીડિત મહિલાએ બૂમાબૂમ કરી તો ત્યાં અમુક મહિલાઓ આવી ગઈ.

ઘટનાની તપાસમાં લાગી પોલિસ

મહિલાઓને જોઈને આરોપી સફાઈકર્મી સાહિલ ઘટના સ્થળેથી ભાગી ગયો. પીડિતાની માનીએ તો પહેલા તેણે લોકલાજના ડરથી કોઈની સાથે આ ઘટનાનો ઉલ્લેખ ના કર્યો. જો કે, ઘરે પીડિતાએ પરિવારજનોને આપવીતી સંભળાવી. આ દરમિયાન મહિલાની હાલત ફરીથી ખરાબ થઈ ગઈ. બાદમાં પરિવારજનો પીડિતાને લઈને જિલ્લા મહિલા હૉસ્પિટલ પહોંચ્યા. ત્યારબાદ પીડિતાના પતિએ મંગળવારે એસપીને પત્ર સોંપીને સ્વીપર સામે કાર્યવાહીની માંગ કરી છે. કેસ જાણમાં આવતા જ શહેર પોલિસે હૉસ્પિટલમાં જઈને પીડિતાનુ નિવેદન નોંધ્યુ. પોલિસ આરોપી સ્વીપરને શોધવામાં લાગી ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X