છેલ્લા 4 મહિનાથી ગાયબ થઇ ગયેલા સિદ્ધાર્થ સાગર આખરે મળી ગયા છે. હાલમાં તેઓ જ્યાં પણ છે ત્યાં ઠીક છે. આ વાતનો ખુલાસો જાતે સિદ્ધાર્થ સાગર ઘ્વારા કરવામાં આવ્યો છે. સિદ્ધાર્થ સાગર ઘ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં સિદ્ધાર્થ સાગર ઘ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા ઘણા સમયથી તેઓ માનસિક રીતે પરેશાન છે. તેમના પર ઘણું વીતી ચૂક્યું છે. કેટલાક સારા લોકોની મદદથી તેઓ સલામત છે. જેમનો તેઓ આભાર માને છે. મારા ગાયબ થવાની ખબર વાયરલ થવાને કારણે હું આ વીડિયો પોસ્ટ કરી રહ્યો છું.

મારુ માનસિક શોષણ થયું
સિદ્ધાર્થ સાગર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ હાલમાં નહીં જણાવી શકે કે તેઓ ક્યાં છે. પરંતુ જ્યાં પણ છું ત્યાં ઠીક છું. એક બે દિવસમાં મીડિયા સામે આવી જઈશ અને પોતાની આપવીતી જણાવીશ. હાલમાં હું ખાલી એટલું જ જણાવી શકું છું કે હું ઠીક છું. મારુ માનસિક રીતે ઘણું શોષણ થયું છે.

ધ કપિલ શર્મા શૉ
"ધ કપિલ શર્મા શૉ" અને "કોમેડી ક્લાસીસ" માં પોતાના અભિનય ઘ્વારા લોકોનું દિલ જીતનાર સિદ્ધાર્થ સાગર છેલ્લા 4 મહિનાથી ગાયબ હતા. સિદ્ધાર્થ સાગર અચાનક ગાયબ થવાથી તેમના સાથીઓ પણ પરેશાન હતા.

સોમી સક્સેના ઘ્વારા પોસ્ટ લખવામાં આવી
સોમી સક્સેના ઘ્વારા 28 માર્ચે પોતાની પોસ્ટમાં લખવામાં આવ્યું કે સિદ્ધાર્થ સાગર ઉર્ફ સેલ્ફી મોસી ઉર્ફ નસીર છેલ્લા 4 મહિનાથી લાપતા છે. તેમને છેલ્લે 18 નવેમ્બર 2017 દરમિયાન જોવામાં આવ્યા હતા. કોઈ નથી જાણતું કે તેઓ ક્યાં છે. તેઓ મારા ખુબ જ સારા મિત્ર છે. તેમને શોધવા માટે મદદ કરો.

સેલ્ફી મોસી અને નસીર નામથી ફેમસ
સિદ્ધાર્થ સાગર સેલ્ફી મોસી અને નસીર નામથી લોકપ્રિય છે સિદ્ધાર્થ કોમેડી સર્કસ, કોમેડી સર્કસ - ચિન્કપોકલી ટુ ચાઈના, છોટે મિયાં બડે મિયાં, લાફ્ટર કે ઝટકે અને કેમેડી સર્કસ કે અજુબે જેવા શૉમાં નજર આવી ચુક્યા છે.
right now im in safe hands ...will update you guys in 2-3days
A post shared by Sidharth Sagar (@sidharthsagar.official) on Mar 29, 2018 at 3:10pm PDT