For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India-China Row: ભારતીય સેનાએ ચીનને પાછો આપ્યો તેનો સૈનિક

ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે કહ્યુ છે કે ભારતીય સેનાએ તેને ચીની સૈનિક પાછો આપી દીધો છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે કહ્યુ છે કે ભારતીય સેનાએ તેને ચીની સૈનિક પાછો આપી દીધો છે કે જે ડેમચોક સેક્ટરમાં ભટકીને ભારતીય સીમામાં ઘૂસી આવ્યો હતો. ટાઈમ્સે આ વિશે એક ટ્વિટ કર્યુ છે જેમાં તેણે કહ્યુ છે કે રવિવારે ઈન્ડો-ચાઈના સીમા પાસે યાકને શોધવામાં મદદ કરવા દરમિયાન ગુમ થયેલ પીએલએ સૈનિકને બુધવારે સવારે ભારતીય સેના દ્વારા ચીની સીમા સૈનિકોને પાછો આપી દેવામાં આવ્યો છે.

indo-china

તમને જણાવી દઈએ કે ચીની સૈનિક કૉર્નોરલ વાંગ હાં લૉન્ગ, ડેમચોકમાં પકડાઈ ગયો હતો અને એવા સમાચાર આવ્યા હતા કે ભારત તેને મુક્ત કરવા જઈ રહ્યુ છે પરંતુ ચીની પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ) ને પાછો સોંપતા પહેલા તેની પૂછપરછ કરવામાં આવી છે. સેનાએ પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે ચીની સૈનિક કૉર્નોરલ વાંગ હાં લૉન્ગને વધુ ઉંચાઈ અને કઠોર જળવાયુ પરિસ્થિતિઓથી બચાવવા માટે ઑક્સિજન, ભોજન અને ગરમ કપડાં સહિત ચિકિત્સા આપવામાં આવી છે. પીએલએ દાવો કર્યો હતો કે તેનો એક સૈનિક ભરવાડને યાક શોધવામાં મદદ કરતી વખતે રાતે ગુમ થઈ ગયો હતો અને આ દરમિયાન તે ભારતીય સીમામાં આવી ગયો.

GT

તમને જણાવી દઈએ કે નિયમ મુજબ શાંતિ કાળમાં જ્યારે પણ કોઈ દેશનો સૈનિક બીજા દેશમાં મળે તો સૌથી પહેલા તેની તપાસ કરવામાં આવે કારણકે આવી પરિસ્થિતિઓમાં સૌથી વધુ ડર જાસૂસીનો હોય છે. ત્યારબાદ પકડાઈ ગયેલ વ્યક્તિની ઓળખ જાણવામાં આવે છે અને ત્યારબાદ તેના પકડાયાની સૂચના બીજા પક્ષને આપવામાં આવે છે. જ્યારે યુદ્ધ કે ટકરાવની સ્થિતિમાં યુદ્ધમાં શામેલ કે કોઈ સામાન્ય સૈનિકને જો વિરોધી દેશ કોઈ સૈનિક કાર્યવાહી બાદ પકડે તો તે દેશ તેને યુદ્ધબંધી તરીકે રાખી શકે છે. માટે કહેવામાં આવી રહ્યુ છે કે ભલે હાલમાં ભારત-ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો હોય પરંતુ અત્યારે યુદ્ધ જેવી સ્થિતિ નથી માટે ભારતીય સેનાએ આંતરરાષ્ટ્રીય કાયદા કાનૂનનુ સમ્માન કરીને આ ચીની સૈનિકને મુક્ત કરવાનો નિર્ણય લીધો.

પીએમ મોદીના સંબોધન પર કોંગ્રેસઃ દેશ કોરુ સંબોધન નહિ, ઠોસ સમાધાન ઈચ્છે છેપીએમ મોદીના સંબોધન પર કોંગ્રેસઃ દેશ કોરુ સંબોધન નહિ, ઠોસ સમાધાન ઈચ્છે છે

English summary
MIssing PLA soldier returned to Chinese border troops by Indian army early on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X