Mizoram Election 2023: મિઝોરમમાં 7 નવેમ્બરે એક તબક્કામાં મતદાન, 3 ડિસેમ્બરે આવશે પરિણામ
Mizoram Assembly Election 2023 Date: ચૂંટણી પંચે મિઝોરમ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
કુલ 40 વિધાનસભા બેઠકો ધરાવતા મિઝોરમમાં એક તબક્કામાં મતદાન થશે. અહીં 7 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે, જેના પરિણામ 3 ડિસેમ્બરે આવશે.

મિઝોરમ - 7 નવેમ્બર
મધ્યપ્રદેશ - 17 નવેમ્બર
છત્તીસગઢ - 7 અને 17 નવેમ્બર
રાજસ્થાન - 23 નવેમ્બર
તેલંગાણા - 30 નવેમ્બર
તમામ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો 3 ડિસેમ્બરે એકસાથે આવશે.
મિઝોરમના ચૂંટણી સમીકરણ વિશે વાત કરીએ તો, વર્ષ 2018માં, મિઝો નેશનલ ફ્રન્ટે 40 સભ્યોની મિઝોરમ વિધાનસભા ચૂંટણી જીતીને રાજ્યમાં સરકાર બનાવી હતી. ત્યારબાદ જોરમથાંગા મુખ્યમંત્રી બન્યા.એમએનએફને 27 બેઠકો મળી. કોંગ્રેસે ચાર બેઠકો કબજે કરી હતી જ્યારે ભાજપને માત્ર એક બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. આ સાથે આઠ બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ પોતાની તાકાત બતાવી હતી.
40 સભ્યોની મિઝોરમ વિધાનસભામાં હાલમાં MNFના 28, કોંગ્રેસના 4, ZPMના એક અને BJPના એક ધારાસભ્ય છે. અપક્ષ ધારાસભ્યો પાસે પાંચ બેઠકો છે.
મધ્યપ્રદેશમાં ભાજપ સત્તા પર છે, જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તામાં છે. કેસીઆરની પાર્ટી બીઆરએસ તેલંગાણામાં સત્તા પર છે. તો મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટની સરકાર છે.












Click it and Unblock the Notifications
