મિઝોરમ ગુમાવી શકે છે MNF-BJP, સર્વેમાં ચોંકાવનારો દાવો
મનોરમા ન્યૂઝ-વીએમઆર પ્રી-પોલ સર્વે(Manorama News-VMR pre-poll survey) માં દાવો કરવામાં આવ્યો છે કે મિઝોરમ પર પાંચ વર્ષથી શાસન કરનાર ભાજપ-એમએનએફ ગઠબંધન માટે આગામી 7 નવેમ્બરે યોજાનાર ચૂંટણી ખરાબ પરિણામ લાવી શકે છે.

સર્વેક્ષણમાં શાસક મિઝો નેશનલ ફ્રન્ટ વિરુદ્ધ 7.2 ટકાનો જંગી સ્વિંગ જોવા મળે છે અને તેના મુખ્ય વિરોધી દળ ઝોરમ પિપલ્સ મુવમેન્ટ (ZPM)ની તરફેણમાં 4.2 ટકા મજબૂત હકારાત્મક સ્વિંગ જોવા મળે છે. મિઝોરમમાં કોંગ્રેસને પણ ફાયદો થઇ શકે તેમ છે.
પરિણામ સ્વરૂપે સર્વેક્ષણમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મિઝો નેશનલ ફ્રન્ટની સીટ 27થી ઘટીને 11-15 થઇ શકે છે. અને સામાન્ય સ્વિંગ મળવાથી કોંગ્રેસ પણ 4 સીટથી વધીને 12-16 સીટ મેળવી શકે છે. નોંધનીય છે કે 2018માં કોંગ્રેસની સીટમાં જબરું ગાબડું પડ્યું હતું, 34 સીટમાંથી કોંગ્રેસે ત્યારે 30 સીટ ગુમાવી હતી. ઝોરમ પિપલ્સ મૂવમેન્ટ (ZMP)ની સીટ પણ 8થી વધીને 10-14 થઇ શકે છે.
તેમ છતાં, સર્વેના પરિણામોને ધ્યાનમાં રાખીને, કોઈપણ પક્ષો પોતાના દમ પર સંપૂર્ણ બહુમતીનો દાવો કરી શક્યા નથી. 40 સીટ વાળા વિધાનસભામાં સ્પષ્ટ બહુમત માટે જાદૂઈ આંકડો 21 સીટ મેળવવી કરવી જરૂરી છે.
રસપ્રદ વાત એ છે કે, સર્વે 'અન્ય' માટે નજીવો ફાયદો દર્શાવે છે, જેમાં ભાજપનો સમાવેશ થાય છે. 2018 માં, MNF સાથે ગઠબંધનમાં, ભાજપે એક બેઠક મેળવી હતી.
MNF ભાજપની આગેવાની હેઠળના NDAનો ભાગ હોવા છતાં, મિઝોરમની અડધી બેઠકો કરતાં 23 બેઠકો પર તેના ઉમેદવારો ભાજપ સામે છે. મણિપુર રમખાણો પછી, MNF એનડીએ છોડ્યા વિના ભાજપથી પોતાને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
