For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇમાં ગુજરાતવાળી : મુંબઇમાં ધારાસભ્યે પોલીસ સાથે માર પીટ કરી

|
Google Oneindia Gujarati News

maharashtra-assembly
મુંબઇ, 19 માર્ચ : માયાનગરી મુંબઇ હવે માફિયાનગરી બની ગઇ છે. આજે બનેલા એક બનાવે મુંબઇનું નાક કાપી કાઢ્યું છે. આજે એક ઘટનાક્રમમાં લોકપ્રતિનિધિ એવા ધારાસભ્યએ લોકરક્ષક ગણાતા પોલીસના એક અધિકારીને જાહેરમાં ખરાબ રીતે ફટકાર્યો હતો. આ બનાવને જોતા જ ગુજરાતમાં ચૂંટણી પૂર્વે ધારાસભ્ય રાદડિયાના બંદૂકકાંડની યાદ આવી જાય છે.

વાત એમ હતી કે મહારાષ્ટ્રના એક ધારાસભ્ય પોતાની કારમાં બેસીને જઇ રહ્યા હતા. કોઇ કારણથી પોલીસે તેમની કારને અટકાવી હતી. આટલી જ બાબતમાં કારને અટકાવનાર એક પોલીસ અધિકારીની ધારાસભ્યોએ આજે મારપીટ કરી હતી. વિફરેલા ધારાસભ્યોના જૂથની આગેવાની વસઈના વિધાનસભ્ય ક્ષિતિજ ઠાકુરે કરી હતી. આ બનાવમાં આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચીન સૂર્યવંશી નામના તે પોલીસ અધિકારીએ સોમવારે બાન્દ્રા-વરલી સીલિન્ક પર ઠાકુરની કારને રોકી હતી. તેનો બદલો ધારાસભ્યોએ આજે લીધો હતો.

આજે, ઠાકુરની આગેવાની હેઠળ ધારાસભ્યોએ વિધાનભવનની બહાર સૂર્યવંશીને પકડીને માર માર્યો હતો. પ્રશ્નોત્તરી કાળ બાદ ઠાકુરે એમની કારને રોકનાર પોલીસ અધિકારી સામે ગૃહમાં વિશેષાધિકાર ભંગની નોટિસ રજૂ કરી હતી. તેમણે એ બનાવનું ગૃહમાં વર્ણન કર્યું હતું અને કહ્યું હતું કે હું વિધાનસભાની કાર્યવાહીમાં હાજરી આપવા માટે જતો હતો ત્યારે એ પોલીસ અધિકારીએ મને રોકીને મારી સાથે ગેરવર્તન કર્યું હતું.

ઠાકુરની વાત સાંભળીને સભ્યો પક્ષોના મતભેદ ભૂલી જઈને ભડકી ગયા હતા અને તે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી. સૂર્યવંશી એ વખતે વિઝિટર્સ ગેલેરીમાં બેઠા હતા. ઠાકુરે પણ સૂર્યવંશીને ઓળખી બતાવ્યા હતા. આ સમગ્રબનાવમાં મનસેના વિધાનસભ્ય રામ કદમ, શિવસેનાના રાજન સાળવી, અપક્ષ સભ્ય પ્રદિપ જયસ્વાલ અને ભાજપના જયકુમાર રાવલ ગૃહની બહાર દોડી ગયા હતા અને વિધાનભવનના મકાનના પહેલા માળ પર ધસી જઈ સૂર્યવંશીને પકડી તેમની મારપીટ કરી હતી.

વિધાનસભાના સ્પીકર દિલીપ વળસે પાટીલે કહ્યું કે મારપીટનો બનાવ ગૃહની બહાર બન્યો હોવાથી હું તેમાં તપાસનો આદેશ આપી ન શકું.

English summary
MLA whop with police officer in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X