Meghalaya : મેઘાલયમાં વિન્ટર કેપિટલની માંગ સાથે મુખ્યમંત્રી કાર્યાલયનો ઘેરાવ, હિંસામાં 5 સુરક્ષાકર્મી ઘાયલ

મેઘાલયમાં ફરી એક વખત હિંસાનો માહોલ છે. અહેવાલો અનુસાર, વિન્ટર કેપિટલની માંગને લઈને ભીડે મુખ્યમંત્રી કાર્યાલયનો ઘેરાવ કર્યો છે. આ દરમિયાન હિંસા ભડકતા 5 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેલાલ છે.

મુખ્યમંત્રી કાર્યાલયનો ઘેરાવ કરનારા લોકો રાજ્યમાં શિયાળુ રાજધાની બનાવવા માંગ કરી રહ્યા છે. ભીડને સુરક્ષાકર્મીઓએ હટાવવાનો પ્રયાસ કરતા અચાનક હિંસા ભડકી હતી. કેટલાક લોકોએ સુરક્ષાકર્મીઓ સાથે મારપીટ કરી હોવાના પણ અહેવાલ છે. આ ઘટનામાં 5 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.

Meghalaya

સામે આવી રહેલા અહેવાલો અનુસાર, પોલીસે ભીડને કાબુ કરવા માટે બળપ્રયોગ કર્યો હતો. જે બાદ સ્થિતી વણસી હતી. ઘટના દરમિયાન સીએમ કોનરાડ સંગમા અને તેમના એક પીએચઈ મંત્રી CM નિવાસસ્થાનમાં ઘેરાબંધી દરમિયાન ઓફિસમાં ફસાયા હતા.

આ દરમિયાન ટોળાએ પથ્થરમારો પણ કર્યો હતો. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડાયા હતા. આ વિરોધ ત્યારે થયો જ્યારે સીએમ સંગમા સોમવારે અચિક કોન્શિયસ હોલિસ્ટિકલી ઇન્ટિગ્રેટેડ ક્રિમા સાથે મીટિંગ માટે તુરા પહોંચ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X