મોદીએ ચૂંટણી પંચનું દોર્યું ધ્યાન, માઓવાદીઓને આપ્યું નિમંત્રણ

Google Oneindia Gujarati News

ચંદરપુર, 4 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના ચંદરપુરથી ભારત વિજય રેલીને સંબોધી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ સ્થાનિક લોકોને મરાઠી ભાષામાં સંબોધીને તેમને પ્રણામ કર્યા હતા. મોદીનું મરાઠીમાં ભાષણ સાંભળીને સ્થાનિક લોકો ગદગદીત થઇ ગયા હતા.

મોદીએ લોકોને જણાવ્યું કે આપ આ તડકામાં જે તપશ્ચર્યા કરી રહ્યા છો આપને હું સત સત નમન કરું છું. મિત્રો આઝાદી બાદ કદાચ જ એવો નેતા હશે જેને લોકોએ આટલો બધો પ્રેમ આપ્યો હશે. આપની તપશ્ચર્યાને હું વ્યર્થ નહી જવા દઉ, ગઢચિરોલી હોય કે ચંદરપુર હોય આપની તપશ્ચર્યાને વિકાસના રૂપમાં આપને ચોક્કસ પરત આપીશ.

મોદીના ભાષણના મુખ્ય અંશો અને વીડિયો...

ચૂંટણી પંચનું દોર્યું ધ્યાન

ચૂંટણી પંચનું દોર્યું ધ્યાન

મને નથી ખબર કે મહારાષ્ટ્રના ચૂંટણી પંચનું આ તરફ ધ્યાન ગયું છે કે નથી. હમણા મને એક વાત ખબર પડી છે કે કોંગ્રેસના એક ઉમેદવારે વોટ મેળવવા માટે ગઢચિરોલીમાં જ્યાં માઓવાદીઓનો ખૌફ છે, જેને પગલે સિક્યુરીટી ઓછી કરવાનું વચન આપ્યું છે. શું તમે આ લોકોના જીવ જોખમમાં મૂકીને વિજય મેળવશો. હું ગુજરાતનો મુખ્યમંત્રી છું પરંતુ આચાર સંહિતા ચાલે છે તો હું આવા પ્રકારના કોઇ વચનો મારી પોલીસને આપી શકું નહીં.

માઓવાદીઓને આપ્યું આમંત્રણ

માઓવાદીઓને આપ્યું આમંત્રણ

માઓવાદ અને નક્સલવાદથી આપણે જુદી રીતે લડવાની જરૂર છે. હું માઓવાદીઓને આગ્રહ કરીશ કે આપ એક વાર ગંભીરતાથી વિચાર કરો કે આપણે આ ભારત માતાને લોહીલૂહાણ કરવી કે તેને હરિયાળી બનાવી છે. લોકતંત્ર આપને નિમંત્રણ આપે છે કે બંદૂક મૂકિને કલમનો સહારો લો કેમકે તેમાં વધારે તાકાત હોય છે. આપણે જીંદગી બચાવવા માટે જીવવાનું કોઇના જીવ લેવા માટે નથી જીવવાનું અને એ આજના સમયની માંગ છે.

સોનિયાજી મહિલાઓને ગેરમાર્ગે દોરે છે

સોનિયાજી મહિલાઓને ગેરમાર્ગે દોરે છે

મેડમ સોનિયાજી આપ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષા છે. આપ મહિલા છો, અને આપ મહિલાઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. ભારત સરકારનો જે ક્રાઇમ રેકોર્ડ છે તેને દિલ્હીની આપની સરકારે પ્રકાશીત કર્યો છે. સૌથી વધારે મહિલાઓ પર જ્યાં અત્યાચાર થાય છે તેમાં દસ રાજ્યોમાંથી સૌથી વધારે સાત રાજ્યો આપની કોંગ્રેસ સરકારના છે. આપ લોકોને બનાવી રહ્યા છો. આપે મહિલાઓ માટે શું કર્યું?

નિર્ભયાકાંડ પર મોદીએ કહ્યું.

નિર્ભયાકાંડ પર મોદીએ કહ્યું.

જ્યારે દિલ્હીમાં નિર્ભયા પર બળાત્કાર થયો, તેની હત્યા કરી દેવામાં આવી, આખા દેશનું ખૂન ઉકળી ઊઠ્યું, તમામ લોકોએ જોરદાર વિરોધ કર્યો, છતાં લોકો પર પોલીસના ડંડાવાળી કરી, વોટર કેનનથી પાણીનો મારો કર્યો. ત્યારબાદ કેન્દ્ર સરકાર માતા બહેનોની સુરક્ષા અને મદદ માટે 1 હજાર કરોડનું ફંડ જાહેર કર્યું હતું. પરંતુ દુ:ખની સાથે કહેવું પડે છે આ સરકારે તેમાંથી એક રૂપિયો પણ વાપર્યો નથી. ડૂબી મરો કોંગ્રેસના લોકો ડૂબી મરો મેડમ સોનિયાજી. કોગ્રેસે હવે લોકોના આંખમાં ધૂળ જોખવાનું બંધ કરીને સંસદમાં લોકોના આંખોમાં મરચુ નાખવાનું ચાલુ કર્યું છે. શું આવી રીતે મહિલાની રક્ષા થશે?

યુવા કોંગ્રેસની એક નેતા ગુમ થઇ

યુવા કોંગ્રેસની એક નેતા ગુમ થઇ

યુવા કોંગ્રેસની એક નેતા ગુમ થઇ ગઇ અને બાદમાં થોડા દિવસ પછી તેનો મૃતદેહ મળ્યો. આપના જ કોંગ્રેસી કાર્યકરે આપની કાર્યકર સાથે આવું કર્યું જો તમારી પાર્ટી જ મહિલાઓને સુરક્ષા નથી આપી શકતી તો આપની સરકાર દેશની મહિલાઓને શું રક્ષણ આપી શકવાની. દેશનું ભલુ કરવાનો આપના દિલમાં કોઇ ઇરાદો નથી.

કોંગ્રેસે આદીવાસીઓને શું આપ્યું?

કોંગ્રેસે આદીવાસીઓને શું આપ્યું?

દેશની આઝાદીની લડતમાં આદીવાસીઓએ ભાગ લીધો હતો કે નહીં? શું આઝાદીમાં તેમનું યોગદાન હતું કે નહીં? પરંતુ કેન્દ્રની યુપીએ સરકારને આદીવાસીઓની ક્યારેય યાદ આવી નહીં, શું આવી કોંગ્રેસને માફ કરી શકાય. પરંતુ જ્યારે દેશની જનતાએ પહેલીવાર અટલબિહારી વાજપેઇજીની સરકાર બનાવી ત્યારે વાજપેઇજીએ આદીવાસીઓ માટે એક અલગ મંત્રાલય બનાવ્યું. અને આ રીતે આદિવાસીઓના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો.

ખેડૂતો પ્રત્યે ધ્યાન નથી અપાયુ

ખેડૂતો પ્રત્યે ધ્યાન નથી અપાયુ

કોંગ્રેસે કોલસામાં પોતાના હાથ કાળા કર્યા છે, કોંગ્રેસે દેશનું મો કેવી રીતે કાળું કર્યું છે તે જગ જાહેર છે. દેશમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે પરંતુ કેન્દ્રની સરકારને તેમના માટે કોઇ પડી નથી. આપણા ખેડૂતોનું ભલુ કરવું પડશે. તેઓ જે ઉત્પાદન કરે છે તેને યોગ્ય કિંમત મળી રહે તેની સુવિધા ઊભી કરવી પડશે. આ સાથે મોદીએ લોકોને ભારે માત્રામાં વોટિંગ કરવાનું આહ્વાન કર્યું.

ચૂંટણી પંચનું દોર્યું ધ્યાન

ચૂંટણી પંચનું દોર્યું ધ્યાન

મને નથી ખબર કે મહારાષ્ટ્રના ચૂંટણી પંચનું આ તરફ ધ્યાન ગયું છે કે નથી. હમણા મને એક વાત ખબર પડી છે કે કોંગ્રેસના એક ઉમેદવારે વોટ મેળવવા માટે ગઢચિરોલીમાં જ્યાં માઓવાદીઓનો ખૌફ છે, જેને પગલે સિક્યુરીટી ઓછી કરવાનું વચન આપ્યું છે. શું તમે આ લોકોના જીવ જોખમમાં મૂકીને વિજય મેળવશો. હું ગુજરાતનો મુખ્યમંત્રી છું પરંતુ આચાર સંહિતા ચાલે છે તો હું આવા પ્રકારના કોઇ વચનો મારી પોલીસને આપી શકું નહીં.

માઓવાદીઓને આપ્યું આમંત્રણ

માઓવાદીઓને આપ્યું આમંત્રણ

માઓવાદ અને નક્સલવાદથી આપણે જુદી રીતે લડવાની જરૂર છે. હું માઓવાદીઓને આગ્રહ કરીશ કે આપ એક વાર ગંભીરતાથી વિચાર કરો કે આપણે આ ભારત માતાને લોહીલૂહાણ કરવી કે તેને હરિયાળી બનાવી છે. લોકતંત્ર આપને નિમંત્રણ આપે છે કે બંદૂક મૂકિને કલમનો સહારો લો કેમકે તેમાં વધારે તાકાત હોય છે. આપણે જીંદગી બચાવવા માટે જીવવાનું કોઇના જીવ લેવા માટે નથી જીવવાનું અને એ આજના સમયની માંગ છે.

સોનિયાજી મહિલાઓને ગેરમાર્ગે દોરે છે

સોનિયાજી મહિલાઓને ગેરમાર્ગે દોરે છે

મેડમ સોનિયાજી આપ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષા છે. આપ મહિલા છો, અને આપ મહિલાઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. ભારત સરકારનો જે ક્રાઇમ રેકોર્ડ છે તેને દિલ્હીની આપની સરકારે પ્રકાશીત કર્યો છે. સૌથી વધારે મહિલાઓ પર જ્યાં અત્યાચાર થાય છે તેમાં દસ રાજ્યોમાંથી સૌથી વધારે સાત રાજ્યો આપની કોંગ્રેસ સરકારના છે. આપ લોકોને બનાવી રહ્યા છો. આપે મહિલાઓ માટે શું કર્યું?

મોદીએ ચૂંટણી પંચનું દોર્યું ધ્યાન, માઓવાદીઓને આપ્યું નિમંત્રણ

મોદીએ ચૂંટણી પંચનું દોર્યું ધ્યાન, માઓવાદીઓને આપ્યું નિમંત્રણ

English summary
Narendra Modi addressing a Public Meeting in (Mul) Chandarpur, Maharasthra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X