દેશમાં ખિલશે કમળ પણ દક્ષિણમાં સૂરજ અસ્ત

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 માર્ચઃ લોકસભા ચૂંટણી પહેલા અનેક ચૂંટણી સર્વે કરવામાં આવ્યા અને કેટલાક સર્વે હજું ચાલુ છે. તમામ ઓપિનિયન પોલમાં ભારતીય જનતા પાર્ટીને સારી સ્થિતિમાં દર્શાવવામાં આવ્યું છે, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કરવામાં આવેલા તાજા સર્વેમાં દક્ષિણમાં ભાજપનો સૂરજ અસ્ત થતો જોવા મળી રહ્યો છે.

narendra-modi-rss survey
સંઘના મુખપત્ર ઑર્ગેનાઇઝર અને પાંચજન્ય તરફથી કરવામાં આવેલા એક સર્વે અનુસાર ભલે દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના નામની લહેર ચાલી રહી હોય, પરંતુ દક્ષિણમાં રાહુલ ગાંધીની હવા જોવા મળી રહી છે.

સર્વે અનુસાર જ્યાં ઉત્તર, પૂર્વ પશ્ચિમ અને મધ્ય ભારતમાં મોદી વડાપ્રધાન પડ માટે સૌથી મનપસંદ ઉમેદવાર છે, તો દક્ષિણ ભારતમાં રાહુલ ગાંધી નંબર વન પસંદ છે. સર્વેમાં એ વાત તરફ ઇશારો કરવામાં આવ્યો છે કે આ નેતાઓની વચ્ચે કાંટાની ટક્કર વચ્ચે ‘આપ'ના અરવિંદ કેજરીવાલ પણ ક્યાંકને ક્યાંક સેંઘ મારી રહ્યાં છે.

બીજી તરફ આ ચૂંટણી વિશ્લેષણમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે લોકોએ રામ મંદિર કરતા મોટો મુદ્દો વિકાસનો માન્યો છે. લોકો રામ મંદિરના નિર્માણ કરતા વધારે વિકાસને મહત્વ આપી રહ્યાં છે. વાત ઉત્તર ભારતની કરવામાં આવે તો ઉત્તર ભારતની 162 બેઠકોમાંથી 48 ટકા લોકો મોદીના અને 27 ટકા લોકો રાહુલ ગાંધીના પક્ષમાં છે. જ્યારે કેજરીવાલને પક્ષમાં માત્ર 4.7 ટકા લોકો છે, જે તેમને પીએમ તરીકે જોવા માગે છે.

દક્ષિણ ભારતમાં ભાજપ પરંપરાગત રીતે નબળો રહ્યો છે. તેની અસર મોદીની લોકપ્રિયતા પર પણ પડી રહ્યો છે. સર્વે અનુસાર, દિલ્હી ક્ષેત્રની 132 બેઠકોમાં રાહુલ ગાંધી 35.8 ટકા તો નરેન્દ્ર મોદી 33.3 ટકા લોકપ્રિય છે. જ્યારે મધ્ય ભારતની 83 બેઠકો પર ભાજપ મજબૂત છે. અહીં મોદીને 45 ટકા લોકો તો રાહુલને માત્ર 29 ટકા લોકો જ પંસદ કરે છે. પૂર્વિય ક્ષેત્રોના તમામ રાજ્યોમાં અલગ-અલગ રાજકીય સમીકરણ છે. આ વિસ્તારની 88 બેઠકોમાં મોદીને 34.3 ટકા, રાહુલને 31.1 ટકા, મમતા બેનરજીને અંદાજે 14 ટકા અને નવીન પટનાયકને 12 ટકા લોકો પીએમ તરીકે જોઇ રહ્યાં છે. જ્યારે પશ્ચિમમા મોદીનો જલવો યથાવત છે.

English summary
An opinion poll conducted by RSS mouthpiece 'Organiser' ahead of Lok Sabha elections has said development and governance were top issues before voters but steered clear of any mention of Ram Temple.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X