• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદી 'બાવા' માટે દેશે નિર્ણય કરવાનો છે અને જાગૃત થવાનું છે

|
Ramdev_Modi
હરિદ્વાર, 26 એપ્રિલઃ 2014ની સામાન્ય ચૂંટણીમા ભાજપ તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકેના પ્રબળ દાવેદાર નરેન્દ્ર મોદી આજે હરિદ્વાર ખાતે બાબા રામદેવના પતંજલિ આશ્રમ ખાતે પહોંચી ગયા છે. જ્યાં તેમણે સંતો મહંતોની ઉપસ્થિતિમાં યજ્ઞ કર્યો હતો. આ તકે ઉપસ્થિત સંતો-મહંતોએ મોદીને શુભકામનાઓ પાઠવી હતી અને મોદીના વિકાસના કામોના વખાણ કર્યા હતા.

મોદી 'બાવા' માટે દેશે નિર્ણય કરવાનો છે અને જાગૃત થવાનું છે

મોરારી બાપુએ જણાવ્યું કે, અહીં બધાએ નરેન્દ્ર મોદી અંગે વાત કરી ત્યારે ગુજરાતીમા એક વાત કહેવાય છે કે, વરને વખાણે કોણ એની મા વખાણે એટલા માટે કહું છું કે, આખા રાષ્ટ્રનો અવાજ ઉઠી રહ્યો છે. ત્યારે હું નિર્ણય રાષ્ટ્રે કરવાનો છે, મે એકવાર કહ્યું હતું કે, આપણા મુખ્યમંત્રી ગુજરાતને ચલાવી રહ્યાં છે એવું નથી એ રીતે રાજ કરી રહ્યાં છે કે કોઇ અનુષ્ઠાન કરી રહ્યાં છે. સાબરમતીમાં એકવાર રામકથા હતી ત્યારે નરેન્દ્ર મોદી ત્યાં આવ્યા હતા, ત્યારે મે એક પ્રસંગવશ તેમને કહ્યું હતું કે, હું તો બાવો છે અને કંઇ પણ છોડી શકુ છું ત્યારે મોદીએ પણ કહ્યું હતું કે હું પણ બાવો છું. જે બાવો થવાની તૈયારી કરે છે, તેના માટે જાગૃત રાષ્ટ્ર એ થવાનું છે. ગુજરાતી છું, પ્રાંતવાદી નહીં પણ ભારતવાસી છું અને હવે કહેવાનું છે કે હું ભારત વિશ્વનિવાસી છું એ આપણો સ્વભાવિક નારો છે. મોદી પ્રત્યે એક આદર અને આશિર્વાદ ભાવથી અહીં બધા બોલ્યા છે. હું બોલીશ તો એવું લાગશે કે એક ઘરવાસી બીજા ઘરવાસી વિશે વાત કરી રહ્યાં છે, પરંતુ નિષ્પક્ષ રીતે કહું છું કે સાચો નિર્ણય દેશે કરવાનો છે.

દેશની ટોચની ખુરશીને એક નરેન્દ્રની ખોજ છે

રમેશ ભાઇ ઓઝાએ કહ્યું કે, દેશમાં પરિવર્તન લાવવું હોય તે સાચા શિક્ષણ માધ્યમથી આવશે. સમાજને એક સારી વ્યક્તિ મળે, રાષ્ટ્રને સમર્પિત નાગરીક મળે તેવા શિક્ષણનું આયોજન થવું જોઇએ. રામક્રિષ્ણને નરેન્દ્ર દત્તની પ્રતિક્ષા હતી. જ્યારે એ ખુરશીની રૂચીને પુછવામાં આવે કે તમે કોને શોધી રહ્યાં છો, આપણે કોઇને ઉઠાવવા નથી અને યોગ્ય વ્યક્તિને ત્યાં સુધી પહોંચાડવા એ આપણું દાયિત્વ અને કર્તવ્ય છે. હું તમારા માટે નહીં પણ દેશની ખુરશી માટે પ્રાર્થના કરું છું કે તેને કોઇ નરેન્દ્ર મળે, સાધારણ વ્યક્તિ ના મળે. હું પ્રાર્થાના કરીશ કે દેશ અને નાગરીક માટે કે તેઓ એક એવા વ્યક્તિને પસંદ કરે જે ખુરશી પર બીરાજીને યોગ્ય કામ કરે અને ત્યારે જ ત્યાંથી હટાવે જ્યારે તે ઉમરના એ પડાવમાં આવે કે તે કામ કરવામાં સામર્થ્યપૂર્ણ ના હોય, હું ફરી એકવાર રાષ્ટ્ર અને ખુરશી માટે પ્રાર્થના કરું છું કે તેને નર-ઇન્દ્ર મળે.

મોદીજીના આગમનની ચર્ચા વિરાટ બને અને દેશમાં પરિવર્તન આવે

ડો. પ્રણવ પંડ્યાજીએ કહ્યું કે, મોદી અને અમે એક જ ગામમાં અને એક જ વર્ષમાં જનમ્યા છીએ અને તે આત્માનો સંબંધ છે. તેથી હું અહીં આવ્યો છું. મોદી અહીં આવ્યા તે પણ એક સારી વાત છે કારણ કે, તે જ્યાં પણ જાય છે ત્યાં ઘણી ચર્ચા ચાલુ થઇ જાય છે. આ ચર્ચા એટલી વિરાટ બને કે લોકોને આવનારા વર્ષોમાં આ પરિવર્તન જોવા મળે.

રામદેવજી રામ છે તો મોદીજી કૃષ્ણ છેઃ તેજાવર સ્વામી

તેજાવર સ્વામીએ ઉપસ્થિત સંતો-મહંતો અને અનુયાયીઓને સંબોધન કરતા કહ્યું કે, મોદી અને રામદેવના સમાગમથી ભારતીય વ્યક્તિત્વનો વિકાસ થશે. રામદેવને જોઇને મને રામની યાદ આવે છે. રામે રાવણનું વધ કર્યું હતું અને આજના રાવણ સમા ભ્રષ્ટાચારનું વધ રામદેવ કરશે. નરેન્દ્ર મોદીને જોઇને મને કૃષ્ણની યાદ આવે છે. મોદીજી ગુજરાતના છે અને કૃષ્ણ પણ ગુજરાતમાં હતા. કૃષણએ દ્વારકાને સમૃદ્ધ બનાવ્યું અને મોદીએ ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું અને હવે દેશને સમૃદ્ધ બનાવવાનું સંકલ્પ કર્યું છે.

મોદીથી ડરનારાઓને સંદેશ, 'ચોરને ચાંદની રાત સારી નહીં'

પરમાનંદજી મહારાજે કહ્યું છે કે, મે સાંભળ્યું છે કે, બધા મોદીનુ નામ લે છે, કેટલાક પૂછે છે શા માટે લે છે અને મોદીનું નામ લેવામાં આવે ત્યારે અન્યો શા માટે ડરે છે, તો તેમના માટે હું એક વાત કહેવા માંગુ છું કે, રામાયણમાં ઉલ્લેખ છે કે ચોરને ચાંદની રાત સારી નહીં.

વિશ્વની બુંલદીઓ પર દેશને પહોંચાડવા એક મોદીની છે જરૂર

પરમાત્માનંદજી મહારાજે કહ્યું કે, આટલા મોટા સંત અને મોદી એક. મોદીને શા માટે બોલાવ્યા તે પ્રશ્ન બધે હતો. મને લાગે છેકે આજે આ દેશને એક એવા મોદીની જરૂર છે, જે એકલા ચાલવામાં નહીં બધાને સાથે લઇને ચાલવાનો સંકલ્પ લઇને ચાલે છે, એવા મોદીની જરૂર છે, જે દરારમાં નહીં પોતાના કર્તવ્યથી દરેક દરાર ભરીને દિવાલને એક સીડી સમજીને દેશને આગળ વધારવા માટે ચાલવામાં માને છે, એક એવા મોદીની જરૂર છે જે દરેક નવયુવાનને, ચા વેચનારાને, આશ્વાસન આપે કે, આપણું અતિત સ્વર્ણિમ હતું, ભવિષ્ય પણ સ્વર્ણિમ છે આપણો દેશ આખા વિશ્વમાં એ બુલંદીઓને છુએ તો દરેક નવ યુવાનને આ મોદીની જરૂર છે.

ભારત વર્ષ મોદીની રાહ જોઇ રહ્યું છે

માધવપ્રિય દાસજી મહારાજએ કહ્યું કે, સાયન્સ ટેક્નોલોજી અને ધાર્મિકતાને એક કરવી પડશે, દુરદર્શિતા ધરવાનારા વ્યક્તિએ દેશનું સુકાન સંભાળવું પડશે અને આ દુરદર્શિતા જો કોઇમાં છે તો તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે. હું કહેવા માંગુ છું કે, નરેન્દ્ર મોદી, ગુજરાતના દિલમાં તમે છો, તમારા દિલમાં ગુજરાતમાં છે, ભારત વર્ષ તમારી રાહ જોઇ રહ્યું છે. ગુજરાતમાં જે વિકાસ થયો છે, વિકાસ શુ છે તે તમે જોઇ શકશો. ગુજરાતના વિશ્વવિદ્યાલયની, સંસ્કૃતિ અને પરંપરા સાથે સાયન્સનો સમનવ્ય જોવા મળશે. ભારત વર્ષનું મહત્વ વિશ્વમાં વધશે.

મોદી શ્રી કૃષ્ણની ભૂમિકા નિભાવી દેશને ભ્રષ્ટાચારમુક્ત કરે

દ્વારકાનંદ મહારાજે કહ્યું કે, દેશને ભ્રષ્ટાચારમુક્ત કરવા માટે કોઇએ શ્રી કૃષ્ણની ભૂમિકા નિભાવવી પડશે, જેમ તેમણે મહાભારતના યુદ્ધને એકલાહાથે જીતાડ્યું હતું. તેમ ભ્રષ્ટાચાર સામેની લડાઇમાં નરેન્દ્ર મોદી શ્રી કૃષ્ણની ભૂમિકા નિભાવે અને અમે તેમના અર્જૂન બનવા તૈયાર છીએ. આજે હું અહીં ઉપસ્થિત તમામને નિવેદન કરું છું. કે ભારતને મજબૂત બનાવવા અને ભ્રષ્ટાચારમુક્ત કરવા માટે આવા એક મહાપુરુષને સાથ આપવાનો છે અને જરૂર પડ્યે જાનની આહુતિ પણ આપી દેવાની છે.

મુસલમાન ભાઇએ કહ્યું હતું, 'મોદીના ગુજરાતમાં બધુ ઠીક છે'

ઉપસ્થિત સભાને સંબોધતા હરિ ચેતનાનંદે કહ્યું કે, તેઓ માત્ર ગુજરાતની જનતાના જ દિલમાં નહીં પરંતુ કરોડો ભારતીયોના દિલમાં રાજ કરે છે. 2006માં પણ અમે તેમને બોલાવ્યા હતા અને આજે પણ અમે તેમને બોલાવ્યા છે, ત્યારે પણ સંતોએ તેમને આશિર્વાદ આપ્યા હતા અને આજે પણ તેમને આશિર્વાદ આપશે. આજે દેશમાં સંતોનું સન્માન સુરક્ષિત નથી. ત્યારે યોગગુરુ રામદેવે જે સંકલ્પ અને આહવાન હાથ ધર્યું છે, તેને સમર્થન કરવાનું છે. ગુજરાતની એક વાત અહીં કહેવા માંગુ છું કે, એકવાર ચૂંટણી પહેલા ગુજરાતમાં એક આધ્યાત્મિક કાર્યક્રમમાં હુ ગયો હતો. ત્યારે મારી કારનો ડ્રાઇવર મુસલમાન હતો. તેને મે પૂછ્યું હતું કે, ગુજરાતમાં કેવો માહોલ છે, ત્યારે તેણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના શાસનમાં બધુ ઠીક ચાલી રહ્યું છે.

બાબા રામદેવે મોદીના કર્યા ભરપૂર વખાણ

સરકારે લોકોનું નાણું પોતાની તિજોરીમાં બંધ કરી દીધું. પાકિસ્તાન જેવો નાપાક દેશ ભારતીય સીમામાં ઘુંસીને ભારતીય સૈનિકોના શર કલમ કરીને લઇ જાય છે. આ માફિયાઓ સાથે કોણ લડશે. દેશના સંતોએ વ્યક્તિ નિર્માણથી લઇને દેશ નિર્માણ માટે મોટી ભૂમિકા અદા કરી છે. હવે આ દેશ આ સંતો ચરિત્ર્ય નિર્માણ માટેનું પણ કામ કરશે. લોકોને પ્રશ્ન થાય છે કે આ કાર્યક્રમમાં કેમ મોદીને જ આમંત્રણ આપવામાં આવ્યું. મેં કહ્યું કે નરેન્દ્ર મોદી વગર ભગવા કપડે દેશની સેવા કરવાનું સામર્થ્ય રાખે છે. અભાવ અને સંઘર્ષોની વચ્ચે આ વ્યક્તિ આગળ વધ્યો છે. જ્યારે મે તેમની કહાની સાંભણી ત્યારે મારી આંખો ભરાઇ આવી છે. મોદીએ વિકાસનું આસ્થાનું, સારા પ્રશાસકનું કાર્ય કર્યું છે. જેના કારણે હિન્દુસ્તાનીઓનો તેમને પ્રેમ મળ્યો છે. જ્યા સુધી દેશનો યુવાન ચરિત્ર્યવાન નહીં બને ત્યા સુધી, ભ્રષ્ટાચાર નહી રોકાય, દુરાચાર નહીં રોકાય. માટે લોકોને ચરિત્ર્યવાન બનાવવા માટે આપણે સૌએ આગળ વધવાની જરૂર છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસની યશગાથા લખી અને આજે દેશની સવાસો કરોડ જનતા તે દેશનો વિકાસ કરે તેવું ઇચ્છી રહ્યાં છે અને એટલા માટે જ આજે આ આધ્યાત્મિક કાર્યક્રમમાં સંતો-મહંતોની વચ્ચે નરેન્દ્ર મોદીને આમંત્રીત કરવામાં આવ્યા છે. આ આધ્યાત્મિક કાર્યક્રમમાં તેમને આશિર્વાદ મળી રહ્યાં છે અને આ આશિર્વાદ થકી તેઓ દેશની સેવા કરવામાં સક્ષમ થાય.

મોદી છત્રપતિ શિવાજી મહારાજનાં અવતાર

આચાર્ય રામકૃષ્ણ શાસ્ત્રીજીએ મોદીને છત્રપતિ શિવાજી મહારાજનાં અવતાર ગણાવી કહ્યું કે ગોવંશ હત્યા બંધ કરવી હોય, ભ્રષ્ટાચાર બંધ કરવો હોય, દેશમાંથી કાળુ નાણું પરત લાવવું હોય તો સત્તા પરિવર્તન કરવું પડશે અને સત્તા પરિવર્તન માટે આપણી જે યોજના છે, તે માટે કાર્ય કરવું પડશે. જૂના અખાડાનાં મહામંડલેશ્વર બાલકાનંદજી મહારાજે જણાવ્યું કે દેશમાં ભારતીય સંસ્ક઼ૃતિ બની રહે, આધ્યાત્મિક ચેતના જાગૃત રહે તે માટે નરેન્દ્ર મોદીને અગ્રેસર કરવાના છે. તેઓ ભારતને સાચી દિશામાં લઇને જશે અને વડાપ્રધાન બનશે.

મોદીથી ભારતની જનતાને આશા છે

જામનગર-કબીર આશ્રમનાં સ્વામી રામેશ્વરદાસજી મહારાજે જણાવ્યું કે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીથી ભારતની જનતાને આશા છે અને વિશેષ દાયિત્વ સોંપવા માંગે છે. મહામંડલેશ્વર હરિચેતનાનંદજી મહારાજે જણાવ્યું કે ગુજરાતનાં જ નહીં તેઓ સમગ્ર ભારતનાં વિકાસ પુરુષ બની રહે. ગુજરાતનાં સ્વામી કૃષ્ણમણિજી મહારાજે જણાવ્યું કે બધા સંતો અત્યારે એક ચિંતન કરી રહ્યાં છે એવું નેતૃત્વ મળે કે જેનાથી વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિની પ્રતિષ્ઠા થાય. રાજકોટનાં સ્વામી પરમાત્માનંદજી મહારાજે પણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજીને રાષ્ટ્રીય વિકાસ માટેનાં આશીર્વાદ પાઠવ્યા હતા.

English summary
narendra modi at ramdevs patanjali yog pith in haridwar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more