For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

34 વર્ષ બાદ દેશને મળી નવી શિક્ષણ નીતિ, જાણો શું થશે ફેરફાર?

આવો જાણીએ શિક્ષણ નીતિ સાથે જોડાયેલી મહત્વની વાતો -

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાની કેબિનેટ સાથે બેઠક કરી. આ દરમિયાન મોદી સરકારે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે. ઈસરોના પૂર્વ અધ્યક્ષ કે કસ્તૂરીરંગનની અધ્યક્ષતાવાળી સમિતિએ ગયા વર્ષે એચઆરડી મંત્રી રમેશ પોખરિયાલ નિશંકને નવી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ સોંપ્યો હતો જે હવે લાગુ થઈ ગયો છે. જે હેઠળ હવે એચઆરડી મંત્રાલયનુ નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરી દેવામાં આવ્યુ છે. આવો જાણીએ શિક્ષણ નીતિ સાથે જોડાયેલી મહત્વની વાતો -

modi cabinet
  • સરકાર મુજબ 34 વર્ષોથી શિક્ષણ નીતિમાં કોઈ ફેરફાર થયો નહોતો. હવે મોદી સરકારે 21મી સદીની હિસાબથી નવી શિક્ષણ નીતિ બનાવી છે.
  • ઉચ્ચ શિક્ષણમાં મુખ્ય સુધારાઓમાં 2035 સુધી 50% સકળ નામાંકન સરેરાશનુ લક્ષ્ય અને એકથી વધુ પ્રવેશ/એક્ઝીટની જોગવાઈ શામેલ છે.
  • નવી શિક્ષણ નીતિમાં છાત્રો માટે ઘણી સારી જોગવાઈઓ છે. જો કોઈ એક કોર્સની વચ્ચે બીજો કોર્સ કરવા ઈચ્છે તો પહેલા કોર્સમાં અમુક નિશ્ચિત સમય માટે બ્રેક લઈ શકે છે.
  • સરકાર મુજબ અત્યાર સુધી કોઈ છાત્ર 4 વર્ષના એન્જિનિયરીંગના અભ્યાસ બાદ કે પછી 6 સેમેસ્ટર ભણ્યા પછી આગળનો અભ્યાસ ન કરી શકે તો, તેની પાસે અન્ય કોઈ રસ્તો નહોતો રહેતો પરંતુ હવે એવુ નહિ થાય. હવે એક વર્ષ બાદ સર્ટિફિકેટ, બે વર્ષ બાદ ડિપ્લોમા, ત્રણ કે ચાર વર્ષ બાદ ડિગ્રી મળી શકશે.
  • દેશમાં ઉચ્ચ શિક્ષણ માટે એક જ નિયામક(Regulator) હશે. તે નિયામક 'ઑનલાઈન સેલ્ફ ડિસક્લોઝર બેઝ્ડ ટ્રાન્પરન્ટ સિસ્ટમ' પર કામ કરશે.
  • 4 વર્ષના ડિગ્રી પ્રોગ્રામ પછી એમ.એ. અને ત્યારબાદ એમ.ફીલ વિના સીધા પીએચડી કરી શકાશે.
  • મોદી સરકારનુ બધુ ફોકસ શિક્ષણ પર છે. જેના કારણે જીડીપીના 6% શિક્ષણમાં લગાવવાનુ લક્ષ્ય રાખવામાં આવ્યુ છે જે અત્યારે 4.43% છે.
  • યુએસની NSF (નેશનલ સાયન્સ ફાઉન્ડેશન)ની જેમ ભારતમાં NRF(નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન) આવશે. આમાં માત્ર સાયન્સ નહિ પરંતુ સોશિયલ સાયન્સ પણ શામેલ હશે. આ મોટા પ્રોજેક્ટ્સનુ ફાઈનાન્સ કરશે. આ શિક્ષણ સાથે રિસર્ચમાં પણ આગળ આવવામાં મદદ કરશે.
  • ઈ-પાઠ્યક્રમ સ્થાનિક ભાષાઓમાં વિકસિત કરવામાં આવશે. વર્ચ્યુઅલ લેબ વિકસિત કરવામાં આવી રહી છે અને એક રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલૉજી ફૉરમ(NETF) બનાવવામાં આવી રહ્યુ છે.

ભાવનગરઃ ભારતીય બનાવટનો 3 લાખની કિંમતનો ઈંગ્લિશ દારૂનો જથ્થો પકડાયોભાવનગરઃ ભારતીય બનાવટનો 3 લાખની કિંમતનો ઈંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો

English summary
Modi cabinet approved new education policy, all you need to know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X