For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટૂંક સમયમાં, મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 4-5 રૂપિયાનો ઘટાડો કરી શકે છે

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કર્યા પછી, સરકાર તેના ભાવો ઘટાડવા વિચારી રહી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કર્યા પછી, સરકાર તેના ભાવો ઘટાડવા વિચારી રહી છે. એવું મનાય છે કે કેન્દ્ર સરકાર દ્ધારા પેટ્રોલ અને ડીઝલ પર લગાવવામાં આવતા એક્સાઇઝ ડ્યુટીના એક ભાગ ઘટાડવા માટે અને રાજ્ય સરકારને આ વાત માટે રાજી કરવા સફળ થઇ છે કે તેઓ તેની પર લાગતા વેટને થોડો ઓછો કરે તો પેટ્રોલ અને ડીઝલના ભાવો લીટર દીઠ 4-5 રૂપિયા ઘટી શકે છે.

રાજ્ય સરકાર અને પેટ્રોલિયમ કંપનીની ભૂમિકા

રાજ્ય સરકાર અને પેટ્રોલિયમ કંપનીની ભૂમિકા

મોદી સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને ચિંતિત છે અને ટૂંક સમયમાં જ તે ભાવ ઘટાડી શકે છે. પરંતુ રાજ્ય સરકાર અને પેટ્રોલ કંપનીઓ આમાં તેમની ભૂમિકા ભજવે તે જરૂરી છે, કારણ કે કેન્દ્ર સરકાર એકલી તેના પર દબાણ કરી શકે નહિ. અગાઉ, કેરળની લેફ્ટ સરકારે બુધવારે એક રૂપિયાના ઘટાડા અંગે જાહેરાત કરી હતી, જે 1 લી જૂનથી લાગુ પડશે. કેરળ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર સેલ્સ ટેક્સ ઘટાડ્યો છે, જેના કારણે તેણે તેના ભાવમાં ઘટાડો કર્યો છે.

શું છે આંતરરાષ્ટ્રીય ભાવ

શું છે આંતરરાષ્ટ્રીય ભાવ

પાછળના દિવસોમાં તેલની કિંમતોમાં સતત વધારો થયો છે, બુધવારે પેટ્રોલનો ભાવ 78.42 રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલના ભાવમાં 69.30 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયો છે. કહેવાય છે કે પેટ્રોલ અને ડીઝલ ભાવમાં થતો વધારાનું કારણ વૈશ્વિક બજારમાં તેનો થતો ભાવ વધારો છે. 2016-2017 માં તેલની કિંમત 47.56 ડોલર પ્રતિ બેરલ હતી, જે 2017-18 સુધી 56.43 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયી છે. માર્ચ સુધીમાં તે 63.80 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે. એટલું જ નહીં, એપ્રિલમાં તેની કિંમત 69.30 ડોલર પ્રતિ બેરલ થઇ હતી.

મોંઘવારી નો માર

મોંઘવારી નો માર

હાલના સમયમાં તેલની કિંમત 75 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી છે, જે છેલ્લા અઠવાડિયે 80 ડોલરથી ઘટીને 75 થઈ ગઈ છે. પેટ્રોલિયમ પેદાશોના વધતા ભાવને લીધે, સરકાર સતત ટીકાઓનો સામનો કરી રહી છે અને સામાન્ય માણસ મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. એનડીના સાથી પણ, તેઓ તેલની કિંમતને અંકુશમાં રાખવા સરકારના આડે હાથ લેવાથી પણ ચુકતા નથી.

English summary
Modi government likely to cut the prices of petrol and diesel by 4-5 rs per liter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X