For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીર અને લદ્દાખને ભેટ, 8 લાખ લોકોના ખાતામાં જમા થયા 4-4 હજાર રૂપિયા

જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવનાર મોદી સરકાર જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકો પર મહેરબાન છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવનાર મોદી સરકાર જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકો પર મહેરબાન છે. મીડિયા રિપોર્ટસ મુજબ મોદી સરકારે લગભગ 8 લાખ લોકોના બેંક ખાતામાં 4-4 હજાર રૂપિયા મોકલ્યા છે. આ પૈસા અનુચ્છેદ 370 હટાવતા પહેલા મોકલી દેવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમ હેઠળ વધુ 2-2 હજાર રૂપિયા પણ જલ્દી મોકલવામાં આવશે.

8 લાખ લોકોને 4-4 હજાર રૂપિયા મોકલાયા

8 લાખ લોકોને 4-4 હજાર રૂપિયા મોકલાયા

જમ્મુ કાશ્મીરની મોટી વસ્તી ખેતી પર નિર્ભર છે. કેસરની ખેતી તો સૌથી વધુ પ્રખ્યાત છે. અહીં સફરજનના બાગ છે. આ ઉપરાંત ધાન, મકાઈ, જવાર, બાજરી, કપાસ, તમાકુ, ઘઉં અને જવ પણ વાવવામાં આવે છે. અહીં મોટાપાયે ફૂલોની ખેતી પણ થાય છે. લદ્દાખમાં ચણાની ખેતી થાય છે. પીએમ મોદીએ આર્ટિકલ 370 હટાવ્યા દ રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં કહ્યુ હતુ કે બધી યોજનાઓનો લાભ જમ્મુ કાશ્મીરની જનતાને મળશે.

વધુ 2-2 હજાર પણ ટૂંક સમયમાં મોકલશે

વધુ 2-2 હજાર પણ ટૂંક સમયમાં મોકલશે

જો કે આ સંદેશથી પહેલા જ તેમની સરકાર ત્યાંના ખેડૂતોને પૈસા આપી ચૂકી હતી. રિપોર્ટ્સ મુજબ બારામુલા, કુપવાડા, બડગામ, પુંછ અને પુલવામાના લોકોને વધુ લાભ મળ્યો છે. કૃષિ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ 8 ઓગસ્ટ સુધી સૌથી વધુ 77038 લોકોને કુપવાડામાં લાભ પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ ભારતીય દૂતાવાસે મુક્ત કરાવ્યા મલેશિયામાંથી ગુજરાતના 3 યુવક, 6 મહિનાથી ના વેતન ના ભોજનઆ પણ વાંચોઃ ભારતીય દૂતાવાસે મુક્ત કરાવ્યા મલેશિયામાંથી ગુજરાતના 3 યુવક, 6 મહિનાથી ના વેતન ના ભોજન

પીએમ કિસાન સ્કીમ હેઠળ મોકલાયા પૈસા

પીએમ કિસાન સ્કીમ હેઠળ મોકલાયા પૈસા

વળી, બારામુલા 75391 લાભાર્થી કિસાનો સાથે બીજા સ્થાને છે. આ ઉપરાંત બડગામમાં 63392 ખેડૂતોને લાભ મળ્યો છે. જમ્મુમાં 57095 અને પુલવામામાં 38592 લોકોના બેંક ખાતામાં ચાર-ચાર હજાર રૂપિયા મોકલવામાં આવ્યા છે. જ્યારે લેહ-લદ્દાખમાં હજુ માત્ર 4878 અને કારગિલમાં 7782 લોકોને પૈસા મોકલવામાં આવ્યા છે. શ્રીનગરમાં સૌથી ઓછા માત્ર 3935 ખેડૂતો લાભાન્વિત થયા છે. પીએમ મોદીએ ગુરુવારે રાષ્ટ્રના નામે સંદેશ આપતા જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે જમ્મુ કાશ્મીરના યુવાનોને મોકો મળશે. હું તેમને આહવાન કરુ છુ કે વિકાસના કામ માટે આગળ આવો. હું નવયુવકો, ત્યાંની બહેન-દીકરીઓને આગ્રહ કરુ છુ કે પોતાના વિસ્તારના વિકાસની કમાન પોતાના હાથમાં સંભાળો.

English summary
modi government sent 4 thousands rupees to acounts of 8 lakh people of jammu kashmir and ladakh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X