US intelligence report : મોદી સરકાર આપશે પાકિસ્તાન પર હુમલો કરનો આદેશ, US રિપોર્ટમાં કરાયો દાવો
US intelligence report : મોદી સરકારના કાર્યકાળમાં ભારતે પાકિસ્તાન પર એક વખત સર્જિકલ સ્ટ્રાઈક અને બાદ એર સ્ટ્રાઈક કરી હતી. જે બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ થવાની સંભાવના હતી.
US intelligence report : યુએસ ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતની પૂર્વવર્તી સરકારોની સરખામણીમાં વર્તમાન સરકાર તણાવગ્રસ્ત સ્થિતિમાં પાકિસ્તન સામે સૈન્ય હુમલો કરવાનો આદેશ આપી શકે છે. અમેરિકાની સિક્રેટ એજન્સીના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કથિત કે વાસ્તવિક પાકિસ્તાની ઉશ્કેરાટ સામે જવાબમાં ભારત દ્વારા સેન્ય કાર્યવાહી કરવાની સંભાવના છે.

અમેરિકન રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પહેલાના સમયમાં આતંકવાદી હુમલા બાદ ભારત જે રીતે ચુપચાપ બેસી રહેતું હતું, હવે આજનું ભારત એવું નહીં કરે અને સૈન્ય જવાબ આપશે.
અમેરિકન રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે?
યુએસ ઈન્ટેલિજન્સ કમ્યુનિટી રિપોર્ટના વાર્ષિક ખતરાનું મૂલ્યાંકન જણાવે છે કે, પાકિસ્તાનનો ભારત વિરોધી આતંકવાદી જૂથોને સમર્થન કરવાનો લાંબો ઈતિહાસ છે, તેથી વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતની સૈન્ય શક્તિ ભૂતકાળની તુલનામાં વધુ છે. મુખ્યત્વે તેનો જવાબ આપી શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વધારે આવેલા તણાવની દરેક બાજુની ધારણાઓ સંઘર્ષનું જોખમ વધારે છે, જેમાં કાશ્મીરમાં હિંસક અશાંતિ અથવા ભારતમાં આતંકવાદી હુમલા સંભવિત ફ્લેશપોઈન્ટ છે. રિપોર્ટમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, જો પાકિસ્તાન તરફથી ભારતને ઉશ્કેરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવે છે, પછી તે કાશ્મીરમાં હિંસક હુમલા હોય કે, પછી ભારતના કોઈપણ ભાગમાં આતંકવાદી કાર્યવાહી થાય, આવી સ્થિતિમાં આની પ્રબળ સંભાવના છે. ભારતની મોદી સરકાર પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહીનો આદેશ આપી શકે છે.
બંને દેશો વચ્ચેના સંબંધો તણાવગ્રસ્ત
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો કાશ્મીર મુદ્દા અને પાકિસ્તાનમાંથી ઉદ્ભવતા આતંકવાદને લઈને ઘણીવાર તણાવપૂર્ણ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની કટોકટી ખાસ ચિંતાનો વિષય છે. કારણ કે, બે પરમાણુ સશસ્ત્ર દેશો વચ્ચે વધતા તણાવના જોખમને કારણે, યુએસ ગુપ્તચર અહેવાલોએ નિર્દેશ કર્યો છે.
આ અહેવાલમાં જણાવાયું છે કે, નવી દિલ્હી અને ઇસ્લામાબાદ દ્વારા 2021 ની શરૂઆતમાં સરહદ પર ફરીથી યુદ્ધવિરામ લાગુ કર્યા પછી, બંને દેશો હાલની શાંતિને મજબૂત કરવા આતુર જણાય છે.
ઉલ્લેખનીય છે કે, 2021 ની શરૂઆતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધવિરામ ફરીથી લાગુ કરવામાં આવ્યો હતો અને ત્યારથી બંને દેશો વચ્ચે સરહદ પર ગોળીબાર બંધ થઈ ગયો છે. આવા સમયે એવા અહેવાલો પણ આવ્યા હતા કે, બંને દેશો વચ્ચે કોઈ મોટી શાંતિ સમજૂતી થઈ શકે છે, પરંતુ તે થઈ શક્યું નહીં. પાકિસ્તાની મીડિયાએ બાદમાં દાવો કર્યો હતો કે, તત્કાલીન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા ભારત સાથેના સંબંધોને પુનસ્થાપિત કરવા માંગતા હતા, પરંતુ ઈમરાન ખાનના કારણે આવું કરી શક્યા ન હતા.












Click it and Unblock the Notifications
