મોદીનો માસ્ટર સ્ટ્રોક, 895 કોલોનીને મળશે રાહત
નવી દિલ્હી, 29 ડિસેમ્બર: રાજધાની દિલ્હીમાં ચૂંટણી પહેલા ભાજપની કેન્દ્ર સરકારે મોટો માસ્ટર સ્ટ્રોક રમતા દિલ્હીની 895 ગેરકાયદેસર કોલોનીયોને નિયમિત કરવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકાર અનુસાર આનાથી લગભગ 60 લાખ લોકોને ફાયદો થશે.
સરકારે કેબિનેટની બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો. કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે સરકારે 31 માર્ચ 2002થી એક જૂન 2014 સુધી વસેલી 895 ગેરકાયદેસર કોલોનીઓને કાયદેસરની માન્યતા આપશે.

ગઇ વિધાનસભાની ચૂંટણી પહેલા તત્કાલીન મુખ્યમંત્રી શીલા દીક્ષિતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના હાથે 1407 ગેરકાયદેસર કોલોનીયોને કાયદેસરની માન્યતા આપવા માટે પ્રોવિઝનલ સર્ટિફિકેટની વહેંચણી કરી હતી. પરંતુ આ કોલોનીઓને કાયદેસરની માન્યતા મળી શકી નહીં.
હવે જોવાનું એ રહે છે કે દિલ્હીની સામાન્ય જનતા સ્પષ્ટ ચહેરો ધરાવતા આમ આદમી પાર્ટીની સાથે જવાનું પસંદ કરે છે કે પરંતુ ભાજપની લોભામળી યોજનાથી લોભાઇને ભાજપને દિલ્હીની સત્તા આપે છે.












Click it and Unblock the Notifications
