મોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગુરુવારે મહિલા સુરક્ષાના મુદ્દે મોટો ફેસલો લીધો છે. સરકારે નિર્ભયા ફંડથી 100 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જે અંતર્ગત દેશભરના તમામ પોલીસ સ્ટેશનોમાં મહિલા ડેસ્ક બનાવવામાં આવશે. નિર્ભયા ફંડની શરૂઆત 2013માં કરવામાં આવી હતી. જે શરૂ કરવાનો ફેસલો ડિસેમ્બર 2012માં દિલ્હીમાં થયેલ ગેંગરેપ અને હત્યાના મામલા બાદ કરવામાં આવ્યો હતો. તે રેપ પીડિતાને નિર્ભયા નામ આપવાાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને મહિલા બાળ વિકાસ મંત્રાલયના સહયોગથી તમામ પોલીસ સ્ટેશનોમાં મહિલા સહાયતા ડેસ્ક અને હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટની સ્થાપના કરવામાં આવશે. આના માટે 100 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું. આ મહિલા હેલ્પ ડેસ્ક પોલીસ સ્ટેશનોમાં સ્થાપિત કરવામાં આવશે જેથી તેને વધુ મહિલા-અનુકૂળ બનાવી શકાય. કોઈપણ મહિલા જે ફરિયાદ નોંધવા માંગે છે, તે અન્ય પોલીસથી સંપર્ક કરવાને બદલે મહિલા હેલ્પ ડેસ્કનો સંપર્ક કરી શકે છે.
આ ડેસ્કમાં મુખ્યરૂપે મહિલા અધિકારીઓને નિયુક્ત કરવામાં આવશે. વકીલ, મનોવૈજ્ઞાનિક અને એનજીઓ પણ મહિલા હેલ્પ ડેસ્કનો ભાગ હશે. વકીલ અને મનોવૈજ્ઞાનિક ફરિયાદીઓને માનસિક અને કાનૂની સહાયતા પ્રદાન કરવામાં સક્ષમ હશે.
નિર્ભયા ફંડ અંતર્ગત કેન્દ્ર તરફથી રાજ્યને પૈસા આપવામાં આવે છે, જેનો ઉપયોગ મહિલા સુરક્ષાના ઉપાયોમાં કરવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નિર્ભયા ફંડના ખર્ચાની નોડેલ એજન્સી છે. પહેલા તો આ મંત્રાલય જ ફંડ જાહેર કરતું હતું, પરંતુ હવે પહેલા રાજ્યો તરફથી નિર્ભયા સ્કિમ અંતર્ગત પ્રોગ્રામ મંત્રાલયને આપવામાં આવે છે, જેને મંત્રાલય અપ્રૂવ કરે છે અને પછી તેને ઈકોનોમિક અફેર્સ મંત્રાલયને મોકલી આપવામાં આવે છે, જ્યાંથી ફંડ જાહેર થાય છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફથી જાહેર ફંડમાં માત્ર 20 ટકા જ રાજ્યોએ ઉપયોગ કર્યો છે. ગૃહ મંત્રાલયના રિપોર્ટની વાત કરીએ તો તેનો માત્ર 9 ટકા નિર્ભયા ફંડ અંતર્ગત ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે પાછલા 5 વર્ષોમાં ગૃહ મંત્રાલય તરફથી જાહેર કુલ 166.71 કરોડ રૂપિયાના માત્ર 9 કરોડ, જે માત્ર 146.98 કરોડ રૂપિયા આવે છે.
હૈદરાબાદ રેપ અને મર્ડર કેસનો આરોપી બોલ્યો- પીડિતાને જીવતી સળગાવી હતી