For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનો 'હુંકાર' : ભારતના દરેક ખૂણે પહોંચવા યોજશે મેગા રેલી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 28 ઓગસ્ટ : લોકસભા ચૂંટણી 2014માં મહત્તમ લોકો સુધીને પહોંચીને તેમના મતો પોતાની ઝોળીમાં નાખવા માટે દેશના તમામ નાના મોટા રાજકીય પક્ષો દ્વારા શરૂ કરવામાં આવેલી કવાયતમાં નરેન્દ્ર મોદી સૌથી આગળ છે એમ કહી શકાય.

કહેવામાં આવે છે કે જ્યારે એક રાજકારણી તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે ત્યારે તેના વિરોધી સહિતના લોકો ચૂપચાપ બેસીને જોયા કરે છે. વળી આવા રાજકારણીનું ધ્યાન આસપાસના લોકો શું કરે છે તેમાં ધ્યાન આપવાને બદલે પોતાને શું કરવાનું છે તે તરફ કેન્દ્રીત હોય છે. આવી જ રીતે નરેન્દ્ર મોદીના ધ્યાનમાં હાલ એક જ લક્ષ્ય છે. ભાજપ પાર્ટીને ઓછામાં ઓછી 272 બેઠકો અપાવીને કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી સત્તા પ્રાપ્ત કરવી.

દિલ્હીનો માર્ગ કાંટાળો છે
રાજકારણ ફૂલોની બિછાયેલો માર્ગ જરા પણ નથી. આ તો કાંટાળો પથ છે. ખાસ કરીને એવી વ્યક્તિઓ માટે જે વર્ષોથી વિવાદના કેન્દ્રમાં રહી હોય. કોઇ પણ રાજનેતા સ્વપ્રયત્નો દ્વારા જ લોકોના મન અન દિલ સુધી પહોંચીને તેના પર રાજ કરી શકે છે.

narendra-modi-big

આવા જ લોકપ્રિય રાજનેતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સફર 10 સપ્ટેમ્બરથી જયપુર ખાતેથી શરૂ થઇ રહી છે. જ્યાં તે લોકોના દિલોમાં વસવાનો પ્રયાસ કરશે. જયપુરમાં તેઓ વસુંધરા રાજે દ્વારા આયોજિત સુરાજ સંકલ્પ યાત્રાના ભાગ રૂપે એક જંગી રેલી અને સભાને સંબોધન કરશે.ત્યાર બાદ 15 સપ્ટેમ્બરમાં હરિયાણાના રેવાડીમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 27 ઓક્ટોબરે બિહારના પટનામાં નરેન્દ્ર મોદી 'હુંકાર' રેલીને સંબોધન કરવાના છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ આજે પણ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે લોકપ્રિય નેતાની લોકોમાં સ્વીકાર્યતા વધારે જ હશે. જો કે મોદીની ખરી લોકપ્રિયતા 11 ઓગસ્ટે હૈદરાબાદમાં યોજાયેલી સભામાં જ સાબિત થઇ ચૂકી હતી. આ રેલીની સફળતાને જોતા જ પાર્ટીએ રેલી અને સભાઓના માધ્યમથી લોકો અને નરેન્દ્ર મોદીને એકબીજાથી નજીક લાવવા માટેની વ્યવસ્થા ગોઠવી છે.

આ ઉપરાંત નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા પણ લોકસંપર્કમાં વ્યસ્ત રહે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુમાં એક યુથ કોન્ફરન્સને સંબોંધિત કરવાના છે.

દેશમાં સૌથી વધારે લોકસભા બેઠકો જ્યાં છે એવા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ 31 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી છવાઇ જવા માટે તૈયાર છે. બીજી તરફ બિહારમાં નરેન્દ્ર મોદીના દુશ્મન બની બેઠેલા નીતિશ કુમાર ભાજપને બિહારથી અલગ રાખવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તેની સામે ભાજપ પણ ઉત્તર પ્રદેશ અને બિહારમાં પોતાનો ગઢ સ્થાપવા માટે પ્રયાસ કરી રહી છે. નરેન્દ્ર મોદીએ ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં પણ ચૂંટણી રેલી યોજવાનું આયોજન કર્યું છે. જો કે આ રેલી ક્યારે યોજવી તે અંગે હજી કોઇ તારીખ નક્કી કરવામાં આવી નથી.

આ રેલીઓમાં ભાજપ નરેન્દ્ર મોદીની સાથે ગુજરાતનો એક મોડેલ રાજ્ય તરીકે થયેલો વિકાસ પણ દર્શાવશે. જેમાં ઔદ્યોગિક વિકાસની સાથે કૃષિ વિકાસને પણ મહત્વ આપીને કેવી રીતે સંતુલિત અને સર્વાંગી વિકાસ કરવામાં આવ્યો તે અંગેની વાતો કરવામાં આવશે.

અહીં મહત્વની બાબત એ પણ છે કે આગામી 17 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ આવી રહ્યો છે. આ દિવસનો લાભ ઉઠાવવા માટે પાર્ટીએ મોટા પાયે લોકોને જોડવા માટે એક ખાસ કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. આ પ્રોગ્રામનું લોન્ચિંગ નરેન્દ્ર મોદીના જન્મ દિવસે કરવામાં આવશે. સોશિયલ મીડિયાની મદદથી નરેન્દ્ર મોદી લાખો યુવાનો અને નાગરિકો સુધી પોતાનો સંદેશ પહોંચાડશે.

ભાજપનો યુવા મોરચો 11 સપ્ટેમ્બરથી જનસંપર્ક યાત્રાનો આરંભ કરશે. આ યાત્રા 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ યાત્રામાં સ્વામી વિવેકાનંદ અને સરદાર પટેલના વિચારોને લોકો સુધી પહોંચાડવામાં આવશે. આમ નરેન્દ્ર મોદીએ પોતાની પ્રચાર ટીમ સાથે મળીને હલ્લાબોલનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે.

English summary
Modi's 'hunkar' to reach India's corners; to hold mega rallies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X