‘મોદી સીએમ છે આતંકી સંગઠનના પ્રમુખ નથી’
મુંબઇ, 26 જુલાઇઃ એનડીએના પીએમ પદના ઉમેદવારને લઇને નરેન્દ્ર મોદીની દાવેદારી પર શિવસેનાએ પોતાના પત્તા ભલે ના ખોલ્યા હોય પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વીઝાને લઇને શરૂ થઇ ગયેલા વિવાદમાં હવે શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે તીર છોડ્યું છે.
પાર્ટીના મુખપત્ર સામનાના સંપાદકીયમાં ઉદ્ધવ ઠાકરેએ મોદીને લઇને કોંગ્રેસ પર હુમલો કર્યો છે. તેમણે મોદીને વીઝાને લઇને ઉઠેલા વિવાદ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે, મોદીનો વિરોધ દેશનો આંતરીક મામલો કહ્યો અને તેમાં અમેરિકાને ઘસેટવાની વાતને મફતમાં તમાશો કરાવવા સમાન ગણાવી છે.
વીઝા પર પત્ર વિવાદ અંગે તેમણે કહ્યું કે ઢોંગી કોંગ્રેસીઓનો આ રાજકીય ડ્રામો છે. કોંગ્રેસીઓએ સાંસદના ખોટા હસ્તાક્ષર કરીને મોદી વિરુદ્ધ પત્રો લખી રહ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકાના વીઝાના મળે, તેથી કહેવામાં આવી રહ્યું છે કે, અમેરિકન રાષ્ટ્રપુતિ બરાક ઓબોમાને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર પર જે સાસંદોએ સાહી કરી છે, તેમાના ઘણા એવું કહી રહ્યાં છે કે, આ સંદર્ભમાં આ પ્રકારના કોઇપણ પત્ર પર તેમણે સાહી કરી નથી.
મોદીને અમેરિકાએ વીઝા આપવાનો ઇન્કાર કર્યો છે. ગુજરાત રમખાણનો દાગ મોદી પર લગાવવામા આવ્યો છે. વીઝા આપવાથી ઇન્કાર કરવાનું કારણ આ પણ છે. જ્યારે, મોદીને તમામ મામલાઓમાં ક્લીન ચીટ મળી ચૂકી છે. આખા વિશ્વની પળેપળની માહિતી રાખનાર અમેરિકા આ સત્યથી અજાણ છે, તેના પર આશ્ચર્ય થાય છે. મોદીથી હિન્દુસ્તાનના કોંગ્રેસીઓ ડરે છે, પરંતુ અમેરિકાના કોંગ્રેસીઓ પણ ગભરાય છે? મોદી હિન્દુસ્તાનની એક મોટી રાજકીય પાર્ટીના નેતા છે અને એક રાજ્યના મુખ્યમંત્રી છે. મોદી કોઇ અલકાયદા, તાલિબાન તૈયાબા જેવા આતંકવાદી સંગઠનના પ્રમુખ નથી.