For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSS માટે મોદી શિવલિંગ પર બેઠેલા વીંછી સમાન: શશી થરૂર

શશી થરૂરે જણાવ્યું કે સંઘના સદસ્યએ એક પત્રકારને નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું હતું કે મોદી આરએસએસ માટે શિવલિંગ પર બેઠેલા વીંછી સમાન છે

|
Google Oneindia Gujarati News

ફરી એકવાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે વિવાદિત નિવેદન આપ્યું છે. શશી થરૂરે જણાવ્યું કે સંઘના સદસ્યએ એક પત્રકારને નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું હતું કે મોદી આરએસએસ માટે શિવલિંગ પર બેઠેલા વીંછી સમાન છે, જેને હાથથી હટાવી પણ નહિ શકાય અને ચપ્પલથી મારી પણ નહીં શકાય. હાથથી હટાવવા જશો તો ખુબ જ ખરાબ રીતે કરડી જશે.

આ પણ વાંચો: બીજેપી ફરી જીતી તો દેશ હિન્દૂ પાકિસ્તાન બની જશે: શશી થરૂર

શશી થરૂરે પીએમ મોદીની તુલના શિવલિંગ પર બેઠેલા વીંછી સાથે કરી

શશી થરૂરે પીએમ મોદીની તુલના શિવલિંગ પર બેઠેલા વીંછી સાથે કરી

આપને જણાવી દઈએ કે શશી થરૂર અહીં લિટરેચર ફેસ્ટિવલમાં હાજરી આપવામાં માટે આવ્યા હતા. અહીં તેઓ પોતાની બુક "ધ પેરેડોક્સિયલ પ્રાઈમ મિનિસ્ટર" વિશે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને પીએમ મોદી પર પ્રહાર કર્યો. તેમને કહ્યું કે પીએમ મોદીનું વ્યક્તિત્વ તેમના સમકક્ષ માટે જ નિરાશાનું કારણ બની ગયું છે.

શશી થરૂરની આપત્તીજનક ટિપ્પણી

શશી થરૂરની આપત્તીજનક ટિપ્પણી

શશી થરૂરે સીબીઆઈ ઘુસકાંડ માટે પીએમ મોદી પર નિશાનો લગાવ્યો. તેમને સરકારની આલોચના કરતા કહ્યું કે હાલની સરકારમાં મંત્રાલય અને અધિકાર પ્રાપ્ત ઓફિસરોને પણ પોતાના નિર્ણય માટે સહમતીની રાહ જોવી પડે છે, જે સૌથી મોટું દુર્ભાગ્ય છે.

શશી થરૂરે પીએમની આલોચના કરી

શશી થરૂરે કહ્યું કે વિદેશ મંત્રીને વિદેશ નીતિ સાથે જોડાયેલા બદલાવો વિશે જાણકારી નથી હોતી, રક્ષામંત્રીને અંતિમ સમય સુધી રાફેલ ડીલમાં થયેલા બદલાવ ખબર નથી પડતી અને અધિકારીઓ પોતાના પદથી હટાવવામાં આવી રહ્યા છે આ વાતની ખબર હોમ મિનિસ્ટરને પણ નથી.

શશી થરૂરના નિવેદન પણ ભાજપ ભડકી

શશી થરૂરની ટિપ્પણી પર ભાજપે તરત આપતી વ્યકત કરી છે. કાનૂન મંત્રી રવિ શંકર પ્રસાદે કહ્યું કે શશી થરૂરની ટિપ્પણી શરમજનક છે, જયારે ભાજપા પ્રવક્તા શાહનવાઝ હુસેને કહ્યું કે શશી થરૂરે બધી જ સીમાઓ પાર કરી છે.

English summary
Modi is like scorpion sitting on shivaling rss shashi tharoor at banglore lifefest
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X