Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોદીજી તમે PM ઓફિસની ગરીમાને ઠેસ પહોંચાડી, પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો નરેન્દ્ર મોદીને પત્ર

દેશના વડાપ્રધાન પદે રહીને સડકછાપ નિવેદનો આપી રહેલા નરેન્દ્ર મોદીને પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પત્ર લખીને ગરીમા યાદ કરાવી છે.

પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહે લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કાના મતદાન પહેલા મતદારોને ખાસ અપીલ કરી છે તો બીજી તરફ તેમણે પીએમ નરેન્દ્ર મોદીની ટિપ્પણીઓ પર આકરો જવાબ આપ્યો છે.

Lok Sabha Election 2024

મનમોહન સિંહે નરેન્દ્ર મોદીની ભાષા અને નીતિઓ માટે કડક શબ્દોમાં ઝાટકણી કાઢી છે. એક પત્ર જારી કરીને મનમોહન સિંહે પંજાબના લોકોને બીજી ઘણી વાતો કહી.

ડૉ. મનમોહન સિંહે કહ્યું કે, મારા વ્હાલા સાથી નાગરિકો, ભારત નિર્ણાયક તબક્કે ઊભું છે. મતદાનના અંતિમ તબક્કામાં આપણી પાસે એક નિરંકુશ શાસનનો અંત કરીને આપણી લોકશાહી અને આપણા બંધારણને બચાવવાની છેલ્લી તક છે.

પંજાબ અને પંજાબીઓ યોદ્ધા છે. આપણે આપણી બલિદાનની ભાવના માટે જાણીતા છીએ. લોકશાહી પ્રણાલીમાં આપણી સૌહાર્દ, સંવાદિતા અને જન્મજાત શ્રદ્ધા આપણા મહાન રાષ્ટ્રનું રક્ષણ કરી શકે છે.

મનમોહન સિંહે પોતાના પત્રમાં કહ્યું કે, હું આ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય ચર્ચાને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો છું. મોદીજીએ ઘણાં ઘૃણાસ્પદ ભાષણો આપ્યા છે, જે સંપૂર્ણપણે વિભાજનકારી છે. મોદીજી એવા પ્રથમ વડાપ્રધાન છે જેમણે આ પદની ગરિમા અને તેની સાથે વડાપ્રધાન પદની ગંભીરતા ઘટાડી છે.

આ પહેલા કોઈ પણ વડાપ્રધાને કોઈ ચોક્કસ વર્ગ કે વિપક્ષને નિશાન બનાવવા માટે આવી ઘૃણાસ્પદ, અસંસદીય અને નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ કર્યો નથી. તેમણે મારા વિશે કેટલાક ખોટા નિવેદનો પણ આપ્યા છે. મેં મારા જીવનમાં ક્યારેય એક સમુદાયને બીજાથી અલગ કર્યો નથી. આ ભાજપનો વિશેષ અધિકાર અને આદત છે.

મનમોહન સિંહે આગળ લખ્યું કે, છેલ્લા 10 વર્ષમાં ભાજપ સરકારે પંજાબ અને પંજાબિયતને બદનામ કરવામાં કોઈ કસર છોડી નથી. પંજાબના 750 ખેડૂતો શહીદ થયા છે.

ખેડૂતો મહિનાઓ સુધી દિલ્હીની સરહદે રાહ જોતા રહ્યા. સરકારે તેમના પર હુમલો કર્યો. સંસદમાં ખેડૂતોને આંદોલનજીવી અને પરોપજીવી કહેવામાં આવ્યા.

મોદીજીએ 2022 સુધીમાં આપણા ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તેનાથી વિપરીત 10 વર્ષમાં ખેડૂતોની આવકમાં ઘટાડો થયો છે. ખેત પરિવારોની બચતનો નાશ કર્યો અને તેમને હાંસિયામાં ધકેલી દીધા.

આ વખતે કોંગ્રેસ પાર્ટીના ઢંઢેરામાં ખેડૂત ન્યાય અંતર્ગત 5 ગેરંટી છે. કોંગ્રેસે MSPની કાનૂની ગેરંટી, કૃષિ માટે સ્થિર નિકાસ-આયાત નીતિ, લોન માફી અને અન્ય ઘણી જાહેરાતો જાહેર કરી છે.

મનમોહન સિંહે પોતાના પત્રમાં મોદી સરકારની નીતિઓની ટીકા કરી. તેમણે લખ્યું કે, છેલ્લા 10 વર્ષમાં દેશની અર્થવ્યવસ્થામાં અકલ્પનીય ઉથલપાથલ જોવા મળી છે.

નોટબંધી, GSTનો ખોટો અમલ, કોરોનાને કારણે લોકડાઉનના નિર્ણયથી દયનીય સ્થિતિ સર્જાઈ છે. ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન સરેરાશ જીડીપી વૃદ્ધિ દર 6 ટકાથી ઓછો રહ્યો છે, જ્યારે કોંગ્રેસ-યુપીએના કાર્યકાળ દરમિયાન તે 8 ટકાની આસપાસ હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X