પુસ્તકો પાછળ નરેન્દ્ર મોદીનો હાથ છે : દિગ્વિજય સિંહ
નવી દિલ્હી, 14 એપ્રિલ: વડાપ્રધાન મનમોહન સિંહને નબળા વડાપ્રધાન ગણાવનાર પુસ્તકો પર આખરે કોંગ્રેસે પોતાની ચુપકીદી તોડી છે. કોંગ્રેસે આ તમામની પાછળ ભાજપનું ષડયંત્ર હોવાનું ગણાવ્યું છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ દિગ્વિજય સિંહે આરોપ લગાવતા જણાવ્યું કે મનમોહનને નબળા વડાપ્રધાન ગણાવનાર પુસ્તકો પાછળ મોદીનો હાથ છે.
દિગ્વિજય સિંહે આરોપ લગાવતા જણાવ્યું છે કે ચૂંટણી મોસમમાં આવી રહેલા આ પુસ્તકો પાછળ નરેન્દ્ર મોદીનો હાથ છે. તેમણે જણાવ્યું છે કે મનમોહનને નબળા વડાપ્રધાન ગણાવનાર બારુ અને પારખના પુસ્તકોને વાંચશે કોણ? કોંગ્રેસે પુસ્તકોના અનાવરણના સમય પર પણ સવાલ ઉઠાવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સંજય બારુએ પોતાના પુસ્તકમાં મનમોહન સિંહને નબળા વડાપ્રધાન ગણાવ્યા હતા, જ્યારે આજે લોન્ચ થઇ રહેલા પુસ્તકમાં પીસી પારખે મનમોહન સિંહને ઓછા અધિકારવાળા વડાપ્રધાન ગણાવ્યા છે.












Click it and Unblock the Notifications
