For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ ઘડી 'મિશન વિધાનસભા'ની રણનીતિ!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 મે: ભાજપ મહાસચિવની સાથે નરેન્દ્ર મોદીની વડાપ્રધાન નિવાસસ્થાને બેઠક પૂરી થઇ ગઇ છે. આ બેઠક લગભગ એક કલાક 15 મિનિટ સુધી ચાલી. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં મોદી લોકસભા ચૂંટણીમાં મળેલી બંપર સફળતાને વિધાનસભા ચૂંટણીમાં યથાવત રાખવા માટે પાર્ટી મહાસચિવો સાથે ચર્ચા કરવામાં આવી.

અત્રે નોંધનીય છે કે થોડા મહિના બાદ જ હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, દિલ્હીમાં પણ ચૂંટણીને લઇને ટૂંક સમયમાં નિર્ણય થવા જઇ રહ્યો છે. જોકે હરિયાણા અને મહારાષ્ટ્ર બંને જ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે, એવામાં દેશભરમાં ભાજપના પક્ષમાં જે માહોલ બન્યો છે, મોદી તેના દમ પર વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપનો પરચમ લહેરાવવાનો પૂરજોશમાં કોશીશ કરશે. એનું જ પરિણામ હતું કે મોદી તેના દમ પર વિધાનસભા ચૂંટણીઓમાં પણ ભાજપ લહેરાવવાની પૂરજોશમાં તૈયારી કરવાની કોશીશ કરશે.

narendra modi
ભાજપની નજર આ વર્ષે ત્રણે રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર છે. મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં યોજાનાર આ ચૂંટણીમાં ભાજપની સ્થિતિ કંઇ સારી નથી. કૂલ 288 બેઠકો વાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં 2009ની ચૂંટણી પર એક નજર કરીએ તો ત્યાં કોંગ્રેસની પાસે 82 બેઠકો, એનસીપીની પાસે 62, ભાજપ-શિવસેના ગઠબંધનની પાસે 90 બેઠકો છે જ્યારે ભાજપની પાસે માત્ર 46 બેઠકો છે. જ્યારે હરિયાણામાં વિધાનસભાની કૂલ 90 બેઠકો છે. 2009ની ચૂંટણીમાં ત્યાં કોંગ્રેસની પાસે 40 બેઠકો છે તો ભાજપની પાસે 4 બેઠકો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાની ચૂંટણીમાં શાનદાર પ્રચાર પ્રચાર કર્યા બાદ વિજય મેળવ્યો અને ત્યારબાદ તુરત લોકસભાની ચૂંટણીમાં પણ તેમની પ્રચાર નીતિ સૌની સામે છે. હવે મોદી બાકીના રાજ્યોમાં પણ ભાજપ શાસિત રાજ્યોમાં ફેરવવા માટે અથાગ પ્રયોત્નો અને અલાયદી રણનીતિ ઘડે તેમાં કોઇ બેમત નથી નથી.

English summary
Prime Minister Narendra Modi today met BJP general secretaries and discussed with them organisational matters and also measures to strengthen the party ahead of assembly elections in some key states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X