મોદીની મંત્રીઓ સાથે મેરોથોન બેઠક, માંગ્યો અહેવાલ
નવી દિલ્હી, 3 જૂનઃ મોદી સરકારને એક અઠવાડિયુ થઇ ગયું છે અને વડાપ્રધાને પોતાના તમામ 45 મંત્રીઓ સાથે મુલાકાત કરી. 7 આરસીઆરમાં તેમની બેઠક દરમિયાન મોદીએ સરકારના કામકાજની દિશા પર ચર્ચા કરી અને પોતાના મંત્રી પાસેથી પ્રતિભાવ માંગ્યા.

વડાપ્રધાન પદના શપથ લીધા બાદ મોદી પોતાના મંત્રીમંડળની બેઠકની બે વાર અધ્યક્ષતા કરી ચૂક્યા છે. આ ત્રીજીવાર છે જ્યારે તેઓ પોતાના મંત્રીઓ સાથે મળ્યા ત્યારે બેઠક મંત્રીમંડળની નિયમિત થનારી બેઠકોની સરખામણીએ અલગ હતી, આજે મંત્રી પરિષદના તમામ મંત્રી તેમાં સામેલ હતા.
સૂત્રો અનુસાર બેઠકમાં વડાપ્રધાને આર્થિક સુધાર કાર્યક્રમોમાં તેજી લાવવા અને ઢાંચાગત વિકાસને મજબૂત બનાવવા ઉપરાંત સારું પ્રશાસન અને નોકરશાહીની કાર્યશૈલી અને જવાબદેહ બનાવવા પર ભાર મુક્યો છે. બેઠકમાં લોકસભા માટે અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને વિપક્ષના નેતા મુદ્દે પણ વિચાર કરવામાં આવ્યો.
મોદીએ મંત્રીઓને કહ્યું કે, તે પોતાના મંત્રાલયોના એજેન્ડા લાગુ કરવા માટે મજબૂત નીતિઓ બનાવે અને કામકાજને એ રીતે નિષ્પાદન કરો તે તેના પરિણામ જનતાને તુરંત જોવા મળે. અંદાજે ત્રણ કલાક સુધી ચાલેલી બેઠકમાં તમામ મંત્રીઓએ મોદીના નેતૃત્વમાં એજેન્ડાને સારી રીતે લાગુ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.












Click it and Unblock the Notifications
