મધ્યપ્રદેશમાં આજે મોદી અને રાહુલ સામને-સામને ટકરાશે
ભોપાલ, 20 નવેમ્બર: મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી અભિયાન જોરદોરથી ચાલુ છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી, લોકસભામાં વિરોધપક્ષના નેતા સુષ્મા સ્વરાજ સહિત કેટલાક અન્ય નેતા જનસભાને સંબોધિત કરશે.
આ સાથે જ આજે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, કેન્દ્રિય ઉર્જા રાજ્યમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રિય ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી પ્રદિપ જૈન અને સાંસદ રાજ બબ્બર, સત્યવ્રત ચર્તુવેદી, સતપાલ મહારાજ સહિત કોંગ્રેસના અનેક ટોચના નેતા ચૂંટણી જનસભાને સંબોધિત કરશે. નરેન્દ્ર મોદીની સભાઓ શહડોલ, સિંગરોલી, સતના અને જબલપુરમાં થશે. આ પ્રમાણે સુષ્મા સ્વરાજ ભોજપુર, સિલવાની, ખાતેગાંવ તથા જુન્નારદેવ વિધાનસભા ક્ષેત્રમાં જનસભાઓને સંબોધિત કરશે.
આ ઉપરાંત મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રભાત ઝા, સાંસદ સ્મૃતિ ઇરાની અને ફગ્ગન સિંહ કુલસ્તે જનસભાને સંબોધિત કરશે. રાહુલ ગાંધી ધારના કુક્ષી અને સીધીમાં જનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ રાજ્યમાં તેમનો આગામી પ્રવાસ 22 નવેમ્બરના રોજ હશે, જ્યારે કોંગ્રેસની રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી 21 નવેમ્બરના રોજ ઝાંબુઆના મેઘનગરમાં ચૂંટણી રેલીમાં જનતા સાથે રૂબરૂ થશે.