For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યાં અને કેવી રીતે મળ્યો મોદીને ધર્મપુત્ર, વાંચો જીત બહાદુરની રસપ્રદ કહાણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

એક માતા, જે વરસોથી ખોવાયેલા પોતાના પુત્રને મળવાની રાહ જોઇ રહી હોય, તેના માટે સૌથી મોટી ભેટ શું હોય શકે. કહેવાની જરૂરિયાત નથી કે માતા જો પોતાના દિકરાની એક ઝલક પ્રાપ્ત કરી લે તો તે બીજું કંઇ ઇચ્છશે નહી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં જઇને એવી જ એક માતાને અનમોલ ભેટ આપી. તેના વિખૂટા પડી ગયેલા પુત્ર સાથે મિલન કરાવી દિધું. તે પુત્ર સાથે જેને જન્મ તો તેની માતાએ આપ્યો, પણ તેનો ઉછેર નરેન્દ્ર મોદીએ કર્યો.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ નેપાળના પ્રવાસ પર છે. વડાપ્રધાનની સાથે એક નવયુવાન પણ આવ્યો છે. જેનું નામ છે જીત બહાદુર. જીત અમદાવાદથી બીબીએનો અભ્યાસ કરી રહ્યો છે. તે એ જ નવયુવાન છે, જે 12 વર્ષ પહેલાં બાળપણમાં ઘરવાળાઓથી છૂટો પડીને અમદાવાદ આવી પહોંચ્યો હતો. નસીબજોગે તેની મુલાકાત નરેન્દ્ર મોદી સાથે થઇ ગઇ, જે તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા અને વડાપ્રધાન તરીકે પોતાની પ્રથમ નેપાળ યાત્રામાં આ નવયુવાનને પણ લઇ ગયા. એટલું નહી એક મસીહાની માફક નરેન્દ્ર મોદીએ આ નવયુવાનને તેના પરિવારવાળાઓ સાથે મળાવ્યો. પરિવારને તેના પુત્રને સોંપ્યો અને ઘણી ભેટસોગાદો પણ.

નરેન્દ્ર મોદીએ પોતાના પડોશી દેશ નેપાળમાં ઘણું બધુ લઇને પહોંચ્યા. નેપાળ સરકાર માટે ઘણી ભેટો પણ લઇ ગયા, પરંતુ સૌથી મોટી ભેટ તો જીવતો જાગતો જીત બહાદુર હતો, જેને તેની માતાને સોંપીને નરેન્દ્ર મોદી ના જાણે કેટલી માતાઓની દુવાઓ મેળવી હશે.

મોદીનો ધર્મપુત્ર જીત બહાદુર

મોદીનો ધર્મપુત્ર જીત બહાદુર

જીત બહાદુર બાળપણમાં પોતાના પરિવારને છોડીને રોજી રોટીની શોધમાં ભારત આવ્યો હતો, પરંતુ કિસ્મતે તેને નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરાવી દિધી. નરેન્દ્ર મોદીએ જીત બહાદુરને પોતાનો ધર્મ પુત્ર, અને પોતાના ભાઇની માફક રાખ્યો. એક આદર્શ વાલીની માફક તેનો અભ્યાસ, તેની દરેક સુખ સુવિધાનો ખ્યાલ રાખ્યો. નરેન્દ્ર મોદીને જીત બહાદુર મોટા ભાઇ કહે છે, સાથે જ તે અનુભવે છે કે નરેન્દ્ર મોદી માત્ર તેના મોટા ભાઇ જ નહી તેની જીંદગીમાં બધુ જ છે.

ક્યાં અને કેવી રીતે મળ્યો મોદીને ધર્મપુત્ર

ક્યાં અને કેવી રીતે મળ્યો મોદીને ધર્મપુત્ર

નરેન્દ્ર મોદીની નેપાળ યાત્રા પહેલાં તેના ઘરવાળાઓને આશા જાગી હતી કે નરેન્દ્ર મોદી જીત બહાદુરને નેપાળ સાથે લાવશે અને માતાને તેનો પુત્ર સોંપશે. જીત બહાદુરનો જે પરિવાર થોડા સમય પહેલાં રોજી-રોટી માટે પરેશાન હતો, બે ટંકના ભોજનના ફાંફા હતા, તે જોતજોતાંમાં ચર્ચામાં છવાઇ ગયો. નેપાળી ટેલિવિઝન ચેનલો પર આખો પરિવાર લાઇવ થઇ રહ્યો હતો.

મોદીએ ધર્મપુત્રનું પરિવાર સાથે કરાવ્યું મિલન

મોદીએ ધર્મપુત્રનું પરિવાર સાથે કરાવ્યું મિલન

જે વાત નેપાળના દિલમાં હતી, તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીન દિલમાં ઉદભવી રહી હતી. તેમણે પહેલાં નક્કી કરી લીધું હતું કે નેપાળ સાથે તે ફક્ત દિલ જ નહી મિલાવે, હાથ જ નહી મિલાવે પરંતુ પોતાના મૂળિયાથી વિખૂટા પડી ગયેલા પુત્રને તેની માતા સાથે મિલન કરાવશે.

જીત બહાદુર કહાણી

જીત બહાદુર કહાણી

નરેન્દ્ર મોદી સાથે જીત બહાદુરની મુલાકાત અને ત્યારબાદ જીતની કિસ્મત ચમકવાની કહાણી એકદમ રસપ્રદ છે. જે અંદાજમાં નરેન્દ્ર મોદીને જીત બહાદુરના ઘરવાળાઓને શોધ્યા હતા, તે તો વધુ અનોખું હતું, જો કે આ આખી કહાણી કોઇ ફિલ્મની પટકથા જેવી છે. બસ ફરક એટલો છે કે કહાણી સત્ય છે.

જીત બહાદુર કહાણી

જીત બહાદુર કહાણી

દિલો વચ્ચે વહેતા આ અનોખા સંબંધની કહાણી સૌથી પહેલાં તમને એક ખાનગી ન્યૂઝ ચેનલે બતાવી હતી. 31 જુલાઇના રોજ નરેન્દ્ર મોદીના આ ધર્મપુત્રને જોયો હતો. જેનો નરેન્દ્ર મોદીએ ઉછેર કર્યો, આવો ઉછેર કોઇ સગાસંબંધી પણ ન કરી શકે. અમે પહેલાં જ કહ્યું હતું કે જીત બહાદુરની જીંદગીની દાસ્તાન કોઇ ફિલ્મની પટકથા જેવી છે. તેની આખી દાસ્તાન જોવા માટે અમારે તમને ફ્લેશ બેકમાં લઇ જવા પડશે.

જીત બહાદુર કહાણી

જીત બહાદુર કહાણી

નેપાળના નવલપરાસી જિલ્લાનું લૌકહા ગામ. આ ગામમાં એક ગરીબી કંઇક વધુ જ ફેલાયેલી છે. આ ગામમાં જીત બહાદુરે પોતાની આંખો ખોલી હતી. 1998માં ફક્ત દસ વર્ષની ઉંમરમાં જીત બહાદુર કામની શોધમાં ઘરેથી નિકળી ગયો. સાથે તેનો મોટો ભાઇ દશરથ પણ હતો. થોડા દિવસો તેણે દિલ્હીમાં કામ કર્યુ અને પછી રાજસ્થાન જતો રહ્યો. રાજસ્થાનમાં તેનું મન લાગ્યું નહી અને તે ત્યાં ભાગીને પોતાના ઘરે પહોંચવા માંગતો હતો પરંતુ જીત બહાદુરની કિસ્મતમાં તો કંઇક બીજું જ લખ્યું હતું. તે રાજસ્થાનથી પાછો પોતાના ગામ જવા માંગતો હતો. ગોરખપુર માટે ટ્રેન પકડવાની હતી, પરંતુ ભૂલથી તે ગોરખપુરના બદલે અમદાવાદની ટ્રેનમાં બેસી ગયો. તેને જવું હતું ગોરખપુર અને પહોંચી ગયો અમદાવાદ.

જીત બહાદુર કહાણી

જીત બહાદુર કહાણી

અમદાવાદ જીત બહાદુર માટે એક નવી દુનિયા હતી. કિસ્મત સારી હતી કે તેની મુલાકાત નરેન્દ્ર મોદી સાથે થઇ ગઇ. નરેન્દ્ર મોદી તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ વાત 2002ની છે, ત્યારે બહાદુરની ઉંમર 14 વર્ષની હતી, નરેન્દ્ર મોદીએ તેના ભવિષ્યને જોતાં તેના રહેવા-ખાવાની, અભ્યાસની વ્યવસ્થા કરાવી દિધી. જીત બહાદુરની કિસ્મત બદલાઇ ગઇ. તેના માથા પર નરેન્દ્ર મોદી જેવી હસ્તીનો હાથ હતો. પરંતુ નેપાળના તે ગાંમમાં લોકોએ આશા ગુમાવી દિધી હતી કે હવે ક્યારેય જીત બહાદુર સાથે મુલાકાત થશે.

મોદીએ પુરો કર્યો પોતાનો વાયદો

મોદીએ પુરો કર્યો પોતાનો વાયદો

તે 2011નું વર્ષ હતુ. તે સમયે નેપાળના ઉદ્યોગપતિ વિનોદ ચૌધરી ફિક્કીના નિમંત્રણ પર એક કાર્યક્રમમાં અમદાવાદ આવ્યા હતા. તે કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા. વિનોદ ચૌધરીએ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીને નેપાળ આવવાનું આમંત્રણ આપી દિધું. ત્યારે નરેન્દ્ર મોદીએ નેપાળ આવવા માટે એક શરત મુકી દિધી. કહ્યું કે જો તે તેમના ઘરે રહેતા જીત બહાદુર નામના નેપાળી છોકરાના પરિવારને શોધી કાઢશે તો તે નેપાળ જરૂર આવશે.

30 કલાકમાં શોધી કાઢ્યો પરિવાર

30 કલાકમાં શોધી કાઢ્યો પરિવાર

વિનોદ ચૌધરીએ અમદાવાદથી પરત ફર્યા બાદ 30 કલાકની અંદર જ જીત બહાદુરના પરિવારને શોધી કાઢ્યો, અને જીત બહાદુરના પરિવારજનો સાથે વાતચીત પણ કરાવી. અંતે 12 વર્ષ બાદ 2011માં જીત બહાદુર પોતાના ઘરે પહોંચ્યો. તેની સાથે તે ફોટો પણ હતો. જેમાં નરેન્દ્ર મોદી તેની સાથે હાથ મિલાવી રહ્યાં હતા. આખા પરિવાર સાથે જ્યારે તેમણે (નરેન્દ્ર મોદીએ) જીત બહાદુરને મળાવ્યો તો જાણે ખુશીઓનો મેળો લાગી ગયો. માતાથી વિખૂટા પડી ગયેલો પુત્ર મળ્યો. બહેન અને ભાઇથી વિખૂટો પડી ગયેલો ભાઇ મળ્યો. આ મિલનમાં સંગમ હતો લોહી અને સંબંધનો. જીત બહાદુરની કહાણી નેપાળી મીડિયામાં પહોંચી તો ત્યાં તે હિરોની માફક છવાઇ ગયો.

જીત બહાદુર નેપાળનો પુત્ર છે

જીત બહાદુર નેપાળનો પુત્ર છે

વડાપ્રધાન બન્યા બાદ આ નરેન્દ્ર મોદીની પ્રથમ નેપાળ યાત્રા હતી. અને નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા તો તેમની સાથે નેપાળનો પુત્ર અને તેમનો ધર્મપુત્ર જીત બહાદુર સાથે હતો. બે વર્ષ બાદ જીત બહાદુર ફરી એકવાર પહોંચ્યો તો નેપાળ માટે કોઇ વીઆઇપી ઓછું ન હતું. અંતે જીત બહાદુર નેપાળનો પુત્ર છે, જેના વાલી ભારતના વડાપ્રધાન છે.

જાણો મોદીનો ધર્મપુત્ર જીત બહાદુર કોણ છે?

જાણો મોદીનો ધર્મપુત્ર જીત બહાદુર કોણ છે?

જાણો મોદીનો ધર્મપુત્ર જીત બહાદુર કોણ છે?

જાણો મોદીનો ધર્મપુત્ર જીત બહાદુર કોણ છે?

જાણો મોદીનો ધર્મપુત્ર જીત બહાદુર કોણ છે?

જાણો મોદીનો ધર્મપુત્ર જીત બહાદુર કોણ છે?

જાણો મોદીનો ધર્મપુત્ર જીત બહાદુર કોણ છે?

જાણો મોદીનો ધર્મપુત્ર જીત બહાદુર કોણ છે?

જાણો મોદીનો ધર્મપુત્ર જીત બહાદુર કોણ છે?

જાણો મોદીનો ધર્મપુત્ર જીત બહાદુર કોણ છે?

English summary
Narendra Modi's visit to Nepal - the first by an Indian Prime Minister in 17 years - is being seen as a diplomatic push by India, in a bid to strengthen ties and counter China's growing influence in the Himalayan nation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X