Ram Temple Trust: કેન્દ્ર સરકારે દાનમાં આપ્યો 1 રૂપિયો
નવી દિલ્હીઃ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં રામ મંદિર ટ્રસ્ટ બનાવવાનું એલાન કર્યું છે, આ ટ્રસ્ટનું નામ 'શ્રી રામ રમંદિર તીર્થ ક્ષેત્ર' રાખવામાં આવ્યું છે, લોકસભામાં પીએમે આની સાથે જ અયોધ્યામાં સરકાર દ્વારા કબ્જામાં લેવાયેલ 67 એકર જમીન પણ ટ્રસ્ટને આપવાની વાત કહી છે.

1 રૂપિયાનું રોકડું દાન
પ્રધાનમંત્રીએ સુપ્રીમ કોર્ટની ત્રણ મહિનાની સમયસીમા ખતમ થવાથી ચાર દિવસ પહેલા લોકસભામાં આ અંગે ઘોષણા કરી. જે બાદ ટ્ર્સ્ટને કેન્દ્ર તરફથી 1 રૂપિયો રોકડો દાન પણ મળ્યું જે ટ્રસ્ટને પહેલું દાન છે.

ગૃહ મંત્રાલયમાં અવર સચિવ ડી મુર્મૂ
ગૃહ મંત્રાલયમાં અવર સચિવ ડી મુર્મીએ કેન્દ્ર સરકાર તરફથી ટ્રસ્ટને આ દાન આપ્યું છે. જણાવી દઈએ કે મંદિરના નિર્માણ માટે બનાવવામાં આવેલ ટ્રસ્ટને લઈ કેન્દ્ર સરકારે ગેજેટ નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ
ભારત સરકારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની સ્થાપનાથી સંબંધિત રાજપાત્ર અધિસૂચના જાહેર કરી દીધી છે. ટ્રસ્ટનું નામ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર રાખવામાં આવ્યું છે. ટ્રસ્ટને આર-20, ગ્રેટર કૈલાશ પાર્ટ-1 નવી દિલ્હી, 110048ના એડ્રેસ ર રજિસ્ટર્ડ કરવામાં આવ્યું છે.

પાંચ એકર જમીન આપવાનું એલાન
એટલું જ નહિ અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની રચનાને મંજૂરી મળતા જ યોગી સરકારે મસ્જિદ માટે પાંચ એકર જમીન આપવાનું એલાન કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ જન્મભૂમિ પર ઐતિહાસિક ફેસલો સંભળાવતા વિવાદિત જમીન રામલલાને સોંપવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કોર્ટે મુસ્લિમ પક્ષને મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં જ બીજી જગ્યાએ 5 એકર જમીન આપવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા હતા.
જમ્મુ કાશ્મીરઃ શ્રીનગરમાં CRPF પર હુમલાની જવાબદારી ISISએ લીધી, પોલિસનો દાવો ફગાવ્યો