'મિ. ગોલ્ડન સ્પૂન' કોંગ્રેસ પાર્ટીને બંધ કરવાનું કામ ક્યારે કરશો

કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતીવેળા નરેન્દ્ર મોદીએ રાહુલગાંધીના નામનો ઉલ્લેખ મિસ્ટર ગોલ્ડન સ્પૂન તરીકે કર્યો હતો. તેમણે કહ્યું કે, મિસ્ટર ગોલ્ડન સ્પૂનનું એવું કહેવું છે કે, ગાંધીજીને ગુરુ માને છે અને તેમના આદર્શો પર ચાલે છે. ત્યારે હું તેમને પૂછવા માંગુ છું કે ગાંધીજીની આખરી ઇચ્છા શું હતી.
ગાંધીજીની અંતિમ ઇચ્છા હતી કે કોંગ્રેસ પાર્ટીનો ભંગ કરી દેવામાં આવે, પાર્ટીને બંધ કરી દેવામાં આવે. જો મિસ્ટર ગોલ્ડન સ્પૂન ગાંધીજીને ગુરુ માનતા હોય તો, તમે જણાવી દો કે તમે આ કામ ક્યારે કરવાના છો, દેશને જલદી છે અને દેશ હવે રાહ જોવા તૈયાર નથી.
તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધી કહેતા હતા કે બ્રિટિશરોના જવાતી સ્વરાજ્ય આવશે. ત્યારે જો બ્રિટિશરોના જવાથી દેશમાં સ્વરાજ્ય આવ્યું છે તો કોંગ્રેસના જવાથી દેશમાં સુરાજ્ય આવશે.












Click it and Unblock the Notifications
