For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Modi Surname Case : રાહુલ ગાંધીએ ચુકાદાને સુરત સેશન્સ કોર્ટમાં પડકાર્યો, 3 મેના રોજ થશે સુનાવણી

|
Google Oneindia Gujarati News

Modi Surname Case : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2019ના માનહાનિ કેસમાં પોતની બે વર્ષની સજા સામે અપિલ કરવા માટે ગુજરાતની એક અદાલતમાં હાજર થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અપમાનના રૂપમાં જોવામાં આવી રહેલા નિવેદન માટે માનહાનિના કેસમાં તેમને દોષી ઠેરવવાવાળઆ મેજિસ્ટ્રેટના આદેશને રદ્દ કરવા માટે રાહુલ ગાંધી સુરત સેશન્સ કોર્ટને વિનંતી કરતી અરજી દાખલ કરી છે.

Modi Surname Case

માનહાનિનો કેસ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સુરત પહોંચ્યા હતા. મેજિસ્ટ્રેટ કોર્ટે ફટકારેલી સજા સામે રાહુલ ગાંધીની અપીલ સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. તેમની સાથે કોંગ્રેસના અનેક નેતાઓ પણ સુરત પહોંચી ગયા છે. આ અરજીની સુનાવણી હવે 3 મેના રોજ કરવામાં આવશે.

તાજેતરમાં ગુજરાત કોર્ટના આદેશને પગલે સાંસદ તરીકે ગેરલાયક ઠેરવાયેલા રાહુલ ગાંધી તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને કોંગ્રેસ શાસિત ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ - અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ અને સુખવિંદર સિંહ સુખુ સાથે સુરતની મુલાકાત લીધી હતી. સુરત કોર્ટમાં હાજર થતા પહેલા રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધીને પણ મળ્યા હતા.

52 વર્ષીય રાહુલ ગાંધીને 2019ના એક કેસમાં માનહાનિનો દોષી ઠેરવવામાં આવ્યા હતા, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'અટક' પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જોકે, રાહુલ ગાંધીને કોર્ટે સજા સંભળાવ્યા બાદ તરત જ તેમને જામીન આપવામાં આવ્યા હતા અને નિર્ણય સામે અપીલ કરી શકે તે માટે તેમની સજા 30 દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

કેરળમાં રાહુલ ગાંધીની વાયનાડ સીટ હવે તેમને તેમના પદ પરથી હટાવ્યા બાદ ખાલી પડી છે. ચૂંટણી પંચ હવે આ બેઠક માટે વિશેષ ચૂંટણીની જાહેરાત કરી શકે છે. રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા ગુમાવ્યા બાદ કોંગ્રેસને એક ફાયદો દેખાઈ રહ્યો છે કે, વિપક્ષ એકજુટ દેખાઈ રહ્યા છે.

English summary
Modi Surname Case : Rahul Gandhi challenged the verdict in Surat court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X