આજે મુજફ્ફરપુરમાં મોદીની રેલી, પાસવાનની પણ હાજરી

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 3 માર્ચ: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે મુજફ્ફરપુરમાં રેલીને સંબોધિત કરશે. આ રેલીમાં લોકજન શક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાન પણ મંચ પર ઉપસ્થિત રહેશે. લોજપાએ તાજેતરમાં જ ભાજપ સાથે ગઠબંધન કર્યું છે. રેલીની સુરક્ષા માટે બિહાર સરકારે સુરક્ષાની કડક વ્યવ્યસ્થા કરી છે. રેલીમાં ભારે ભીડ એકઠી થવાની હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણી માટે બિહારમાં નરેન્દ્ર મોદીની આ બીજી રેલી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મુજફ્ફરપુર, પૂર્ણિયા અને ગયા રેલી ઇન્ડિયન મુજાહિદ્દીનના નિશાના પર છે. એનઆઇએએ નરેન્દ્ર મોદીની મુજફ્ફરપુર રેલીની ઠીક એક દિવસ પહેલાં જ 11 વોન્ટેડ આતંકવાદીના ફોટા જાહેરા કર્યા છે જેમના પર 10 લાખનું ઇનામ છે.

મુજફ્ફરપુર શહેરમાં કોઇ મોટું મેદાન ન મળતાં પાર્ટી નરેન્દ્ર મોદીની રેલી શહેરથી 15 કિલોમીટર દૂર પટિયાસા વિસ્તારમાં આયોજીત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ રેલી 11 વાગે શરૂ થશે, જ્યારે નરેન્દ્ર મોદી 12.30 વાગ્યાની આસપાસ સભાને સંબોધિત કરશે. રેલીને ધ્યાનમાં રાખતાં સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે. રેલીને ધ્યાનમાં અર્ધસૈનિક દળોની સાથે સાથે બિહાર પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર રેલીમાં 14 જિલ્લાઓના કાર્યકર્તા ભાગ લેશે.

paswan-modi

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 27 ઓક્ટોબરના રોજ પટનાના ગાંધી મેદાનમાં યોજાયેલી 'હુંકાર રેલી' બાદ નરેન્દ્ર મોદી બિહારમાં આ બીજી રેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પટનાની રેલીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 6 લોકોના મોત નિપજ્યાં હતા.

આ વખતે રેલીમાં કોઇપણ પ્રકારની ચૂક રોકવા માટે નીતિશ સરકારે સુરક્ષાની કડક વ્યવસ્થા કરી છે. રેલીના સ્થળ પર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ ગોઠવવામાં આવ્યા છે.

English summary
Bharatiya Janata Party Prime Ministerial candidate Narendra Modi will address a rally in Muzaffarpur in Bihar on Monday. BJP's new ally Lok Janshakti Party chief Ram Vilas Paswan will also share the dais with Modi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.