For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુષ્માના વિદેશી મૂળના નિવેદનથી મોદી થયા નારાજ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર: ભાજપમાં નરેન્દ્ર મોદી અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી વચ્ચેનું અંતર જગજાહેર છે, ત્યાર હવે સુષ્મા સ્વરાજથી પણ નરેન્દ્ર મોદી નારાજ થઇ ગયા છે. નરેન્દ્ર મોદીએ સુષ્મા સ્વરાજના વિદેશી મૂળના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે.

સૂત્રોનું માનીએ તો શુક્રવારે નરેન્દ્ર મોદીએ રાજનાથ સિંહને કહ્યું હતું કે દેશમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવા મોટા મુદ્દા છે. એવામાં વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવવાનો મતલબ નથી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિદેશી મૂળનો મુદ્દો હવે જૂનો થઇ ચૂક્યો છે.

તો બીજી તરફ વડાપ્રધાન પદના ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદી ચૂંટણીનો શંખનાદ કરવાની તૈયારીમાં છે. નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાત્રે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ અને આરએસએસના વરિષ્ઠ નેતા સુરેશ સોની સાથે મુલાકાત છે.

આ મીટિંગ દરમિયાન પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇને પાર્ટીની રણનિતી પર ચર્ચા કરવામાં આવી અને સાથે જ આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી માટે રોડમેપ મુદ્દે પણ વાતચીત થઇ ગઇ છે.

નરેન્દ્ર મોદી શનિવારે અને રવિવારે દિલ્હીમાં જ રહેશે અને આગામી ચૂંટણીને લઇને રણનિતી બનાવશે. આ દરમિયાન શુક્રવારે રાત્રે રાજનાથ સિંહના ઘરે તેમની પાર્ટીની લાંબી મીટિંગ ચાલી હતી. મીટિંગમાં મુજફ્ફરનગર રમખાણો પર પણ ચર્ચા થઇ હતી. નરેન્દ્ર મોદી આગામી અઠવાડિયે ઉત્તર પ્રદેશના કેટલાક શહેરોમાં 9 મોટી રેલીઓ યોજશે. ઉત્તર પ્રદેશમાંથી ભાજપને ઘણી આશા છે. 29 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદી દિલ્હીમાં પણ એક રેલીને સંબોધિત કરશે.

આ ઉપરાંત નરેન્દ્ર મોદીને પ્રચાર સમિતિના અધ્યક્ષનું પદ છોડવાની માંગણી કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીને પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. હજુ સુધી એ નક્કી નથી કરવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી બાદ પ્રચાર સમિતિના અધ્યક્ષ કોણ બનશે.

મુજફ્ફરનગર રમખાણો પર પણ ચર્ચા

મુજફ્ફરનગર રમખાણો પર પણ ચર્ચા

નરેન્દ્ર મોદી શનિવારે અને રવિવારે દિલ્હીમાં જ રહેશે અને આગામી ચૂંટણીને લઇને રણનિતી બનાવશે. આ દરમિયાન શુક્રવારે રાત્રે રાજનાથ સિંહના ઘરે તેમની પાર્ટીની લાંબી મીટિંગ ચાલી હતી. મીટિંગમાં મુજફ્ફરનગર રમખાણો પર પણ ચર્ચા થઇ હતી

શું કહ્યું હતું સુષ્મા સ્વરાજે

શું કહ્યું હતું સુષ્મા સ્વરાજે

સુષ્મા સ્વરાજે દિલ્હીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તે હજુ સુધી સોનિયા ગાંધીના વડાપ્રધાન બનવાના વિરોધમાં છે. લોકસભામાં વિપક્ષની નેતા સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે તેમને 2004માં જે સોગંધ ખાધા હતા તેના પર તેમને પસ્તાવો નથી.

...તો સુષ્મા સ્વરાજ મુંડન કરાવી દેશે

...તો સુષ્મા સ્વરાજ મુંડન કરાવી દેશે

અત્રે ઉલ્લેખનીય છે કે 2004માં જ્યારે કોંગ્રેસ કેન્દ્રમાં ચૂંટણી જીતી હતી ત્યારે સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે જો સોનિયા ગાંધી વડાપ્રધાન બનશે તો તે પોતાનું મુંડન કરાવી દેશે.

...પરંતુ વડાપ્રધાન બનવા માંગે તો ના

...પરંતુ વડાપ્રધાન બનવા માંગે તો ના

સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે મેં હંમેશા કહ્યું છે કે સોનિયા ગાંધી આપણા દેશમાં ઇન્દિરા ગાંધીની વહૂ અને રાજીવ ગાંધીની પત્ની બનીને આવી. આ કારણે તે આપણા પ્રેમ અને લાગણીની હકદાર છે. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તેમનું સન્માન કરીએ છીએ. પરંતુ જો તે વડાપ્રધાન બનવા માંગે છે તો હું ના કહીશ.

તો આ 100 કરોડ લોકોનું અપમાન હશે

તો આ 100 કરોડ લોકોનું અપમાન હશે

સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે દેશ 150 વર્ષો સુધી વિદેશી શાસનના પકડમાં રહ્યો અને કેટલાક લોકોએ સ્વતંત્રતા મેળવવા માટે પોતાનો જીવ આપી દિધો. 60 વર્ષની આઝાદી બાદ પણ જો આપણે કોઇ વિદેશીને સર્વોચ્ચ પદ પર બેસાડીએ છીએ તો તેનો અર્થ એ થશે કે 100 કરોડ લોકો અક્ષમ છે. આનાથી લોકોની ભાવનાઓ પર ઠેસ પહોંચશે. 1999માં મારા બેલ્લારીથી ચૂંટણી લડવાનો મારો હેતુ એ જ હતો. આ મારા માટે એક મિશન જેવું હતું. બેલ્લારીમાં હું ચૂંટણી હારી ગઇ પરંતુ લડાઇ જીતી ગઇ.

English summary
A day after senior BJP leader Sushma Swaraj once again raked up the issue of Congress president Sonia Gandhi’s foreign origin, Gujarat Chief Minister Narendra Modi on Friday sought to differ from her views.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X