For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક સિપાહીના જવાબે પીએમને વિચારવા પર કરી દિધા મજબૂર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે બે ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી તો તેમને કદાચ એહસાસ રહ્યો નહી હોય કે તેમની સુરક્ષાના લીધે પણ ગંદકીનું એક કારણ બની રહ્યું છે. જી હાં મહાત્મા ગાંધીની જયંતિના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના પોલીસ સ્ટેશન પર સફાઇ કરવા પહોંચ્યા તો પોલીસના સિપાહીએ વડાપ્રધાનને એવો જવાબ આપ્યો કે તેમણે પોતાની સુરક્ષામાં લગાવેલા સુરક્ષાકર્મીઓની સંખ્યાને ઓછી કરવા પર વિચારવું પડશે.

સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆતના અવસર પર પોલીસ સ્ટેશન પહોંચી જ્યારે વડાપ્રધાને સિપાહીને પૂછ્યું કે પોલીસ સ્ટેશનને સાફ કેમ રાખતા નથી તો સિપાહીએ એકદમ નિર્ભીકતાથી જવાબ આપ્યો કે મોટાભાગના પોલીસવાળા તમારા રૂટની સુરક્ષામાં લાગેલા રહે છે. એવામાં પોલીસ સ્ટેશનને સાફ કરવાનો સમય કોઇને મળતો નથી. આ જવાબ સાંભળ્યા બાદ વડાપ્રધાન સીધા રાજઘાટ પર રવાના થઇ ગયા. પરંતુ આ જવાબે ક્યાંક ને ક્યાં વડાપ્રધાનને પોતાની સુરક્ષામાં લાગેલા સુરક્ષાકર્મીઓની સંખ્યાને ઓછી કરવા પર વિચાર કરવા માટે મજબૂર કરી દિધા.

narendra-modi-security

જો કે વડાપ્રધાન દિલ્હીમાં જે રસ્તાઓ પરથી પસાર થાય છે ત્યાં દરેક બેરિકેડિંગ પર લગભગ પચાસ પોલીસકર્મી તૈનાત રહે છે. આ ઘટના બાદ વડાપ્રધાન કાર્યાલયે દિલ્હી પોલીસ સાથે વાત કરી. ત્યારબાદ 3 ઓક્ટોબરથી વડાપ્રધાન કાર્યાલયે દિલ્હી પોલીસને વડાપ્રધાનના રૂટની સુરક્ષામાં જરૂરિયાત મુજબ જ પોલીસ તૈનાત કરવાના નિર્દેશ કર્યા.

English summary
The honest-and brave-reply of a Delhi Police Constable has prompted Prime Minister Narendra Modi's office to re-evaluate the deployment of nearly 500 security personnel during his movement in the Capital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X