મોદીના પત્ની જશોદાબેન પહોંચ્યા, મોદી મોદીના નારા લાગ્યા

Written By:
Subscribe to Oneindia News

સંગમ નગરી અલ્હાબાદમાં સમાજસેવિકા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેન પહોંચ્યા હતા. તે અલ્હાબાદમાં સાહૂ એકતા મંચ દ્વારા આયોજીત સામૂહિક વિવાહ સમારંભ સામેલ થવા પહોંચ્યા હતા. ત્યારે અલ્હાબાદમાં મોદીની પત્નીની એક ઝલક જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. અને અહીં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. એટલું જ નહીં યશોદાબેને પણ અહીં કોઇને નિરાશ ના કર્યા. તેમણે પણ લોકો જોડે ખુબ સેલ્ફી ખેંચાવી. સાથે જ જશોદાબેને નવવિવાહીત દંપતિને આશીર્વાદ પણ આપ્યા.

Jashoda Ben

નોંધનીય છે કે આ કાર્યક્રમ બેટી બચાવા બેટી પઢાવોના અભિયાન હેઠળ યોજવામાં આવ્યો હતો. સાથે જ સ્વભાવે ધાર્મિક તેવા જશોદાબેન ઇલ્લાહબાદના સુપ્રસિદ્ધ હનુમાન મંદર સંગમ તટ પર પહોંચીને હનુમાનજીના દર્શન પણ કર્યા હતા. ત્યારે અલ્લાહબાદના કેપી કોલેજ મેદાનમાં આ સામૂહિક વિવાહ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 51 નવદંપતીઓ લગ્નગ્રંથિએ જોડાયા હતા. અને મોટી સંખ્યામાં લોકો જશોદા બેનને ખાસ જોવા માટે આવ્યા હતા.

Allahabad
English summary
modi wife jashodaben arrives in allahabad pics. Read more here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.