મોદીના પ્રતિદ્વંદ્વી દિગંબર 'ઘરવાલી-બહારવાળી'ના વિવાદમાં ફસાયા

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

વડોદરા, 9 એપ્રિલ: નરેન્દ્ર મોદી વિરૂદ્ધ આમ આદમી પાર્ટી (આપ)ના ઉમેદવાર સુનિલ દિગંબર કુલકર્ણી પોતાના વૈવાહિલ સ્થિતિને લઇને વિવાદોમાં ફસાઇ ગયા છે. શહેરના ફતેહપુરા વિસ્તારમં તેમને તબસ્સુમના પતિના રૂપમાં ઓળખવામાં આવે છે, પરંતુ તે આ અંગે મનાઇ કરે છે. તેમનું કહેવું છે કે તેમની પત્નીનું ઘનશ્રી છે, જે પુણેમાં રહે છે. તબસ્સુમ પણ આ વિશે વિરોધીભાસી નિવેદન આપી રહી છે. પહેલાં તેમણે કહ્યું કે સુનીલે તેમની સાથે લગ્ન કર્યા, પછી તેનું ખંડન કરી દિધું.

અંગ્રેજી સમાચાર પત્ર ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર સુનીલ એક મિકેનિકલ એન્જિનિયર છે અને મૂળ નાસિકના રહેવાસી છે. તે આસ્ક ઇન્ફ્રા નામની એક કંપની ચલાવે છે. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રની સરકારો આ કંપની મુખ્ય ક્લાઇન્ટ છે. તે જનલોકપાલ આંદોલન દરમિયાન અરવિંદ કેજરીવાલ અને અણ્ણા હઝારે સાતેહ જોડાયા હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટી સાથે જોડાઇ ગયા અને પાર્ટીએ તેમણે વડોદરાથી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી વિરૂદ્ધ ટિકીટ આપી દિધી.

સુનિલનું કહેવું છે કે તેમની પત્ની ધનશ્રી પુણેમાં રહે છે. જો કે સુનીલના ફેસબુક પેજને દેખતાં ખબર પડે છે કે તેના પર તબસ્સુમના પુત્ર સંજારના બે ફોટા છે, જેને 2011માં અપલોડ કરવામાં આવી હતી. તેમાંથી એક ફોટોની કેપ્શન છે 'મેરી પુત્રી અસ્મિતાનો ભાઇ'. બીજા ફોટાના કેપ્શનમાં ફક્ત સંજારનું નામ છે. ધનશ્રી અને સુનીલનું પુત્રીનું નામ અસ્મિતા છે. તબસ્સુમ અહીં એક એપાર્ટમેન્ટમાં રહતી હતી. અનેક પડોશીઓનું કહેવું છે કે સુનીલ પણ અહી અબસ્સુમ, તેની માતા, બહેન અને બે બાળકો તહરીન અને સાંજર સાથે રહેતો હતો.

modi-sunil

સુનીલની ઉમેદવારી જાહેર થયા બાદ તબસ્સુમે સમાચાર પત્રને જણાવ્યું હતું કે 'હું મારા સમુદાયમાં સક્રિય રીતે તેમના માટે પ્રચાર કરીશ અને તેમનો સમુદાય પણ તેમણે સમર્થન આપશે.' તબસ્સુમે જણાવ્યું હતું કે મુંબઇના એક બેંકમાં કામ કરવા દરમિયાન સુનીલ સાથે તેની મુલાકાત થઇ હતી. ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. જો કે તબસ્સુમે પછી પોતાની વાત પરથી પલટી ગઇ અને કહ્યું કે સુનીલની સાથે તેનો સંબંધ બસ એટલો જ હતો કે તે તેમના ફતેહપુરા ઓફિસના મકાનની માલકણ છે. તેમણે કહ્યું કે તે સુનીલના મિત્ર અને મુંબઇમાં બિઝનેસ પાર્ટનર રહી ચૂકેલા ગુલામ શેખની પત્ની છે.

મોહલ્લમાં નાઇની દુકાન ચલાવનાર રાજૂનું કહેવું છે કે 'અમને ખબર છે કે સુનીલ કુલકર્ણી અને તબસ્સુમના બે બાળકો છે. તબસ્સુમ તેમની બીજી પત્ની છે. તેમની પહેલી પત્નીને અહીં કોઇએ જોઇ નથી. જ્યારે સુનીલને પૂછવામાં આવ્યું તો ફતેપુરા કેમ તેમણે તબસ્સુમના પતિ કહે છે તો તે ફક્ત એટલું જ કહે છે કે, મેં તેમની પાસે ઓફિસ ભાડે લીધી હતી અને અમારા પારિવારિસ સંબંધ ઘણા સારા છે.

English summary
The Aam Aadmi Party candidate from Vadodara, Sunil Digambar Kulkarni, is known as “Tabassum’s husband” in the Muslim neighbourhood of Fatehpura. He denies it, saying his wife is Dhanashree of Pune. And Tabassum Sheikh contradicts herself, saying he did marry her and then denying it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X