મોદીનો જાદૂ ફક્ત ટીવી અને ગુજરાતમાં છે: અખિલેશ યાદવ
બેંગ્લોર, 14 જૂન: ઉત્તરપ્રદેશમાં નરેન્દ્ર મોદીથી કોઇ પ્રભાવ પડવાની સંભાવના નકારી કાઢતાં મુખ્યમંત્રી અખિલેશ યાદવે ગુરૂવારે કહ્યું હતું કે તેમની પદોન્નતિથી કોઇ જાદૂ છવાશે નહી કારણ કે ગુજરાતના તેમના સમકક્ષ ઉત્તરપ્રદેશનું રાજકારણથી ખૂબ જ પરિચિત છે.
અખિલેશ યાદવે સંવાદદાતાઓને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની પદોન્નતિ અને તેમનો જાદૂ ઉત્તરપ્રદેશમાં કંઇ અસર કરી શકશે નહી કારણ કે નરેન્દ્ર મોદીને ઉત્તરપ્રદેશના રાજકારણની જટિલતા અંગે ખ્યાલ છે અને રાજ્યની જનતા તેમને સારી રીતે જાણે છે. તેમને જાદૂ બસ ટેલિવિઝન અને ગુજરાતમાં ચાલે છે. હું તેનાથી વધારે કશું કહી શકતો નથી. તેમની પાસે ભાજપા દ્વારા કેન્દ્રની સત્તામાં આવવા માટે ઉત્તરપ્રદેશ પર વધુ ધ્યાન આપવા અંગે પ્રશ્નો કર્યો હતો.

તેમને કહ્યું હતું કે ઉત્તર પ્રદેશે હંમેશા જ સાંપ્રદાયિક દળોને રોક્યા છે જે સમાજ અને દેશને વહેંચવાનો પ્રયત્ન કરતાં રહ્યાં છે. અખિલેશ યાદવે કહ્યું હતું કે તેમના માટે આ અંદાજો લગાવવો મુશ્કેલ હશે કે વૈકલ્પિક મોરચો શું ચહેરો લેશે.પરંતુ સપાએ હંમેશા જ કોંગ્રેસ અને ભાજપ સાથે ટક્કર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું વૈકલ્પિક મોરચાના નિર્માણ માટે જેડીએસના નેતાઓની મુલાકાત કરી રહ્યાં છે તેમને કહ્યું હતું કે નાના પક્ષો તેમની સાથે આવવાની આ અભિયાન મજબૂત બનશે.












Click it and Unblock the Notifications
