ઘણી મહિલાઓ સાથે ક્રિકેટર મોહમ્મદ શમીના અવૈધ સંબંધ, પત્નીએ આપ્યા પુરાવા

Posted By:
Subscribe to Oneindia News

ક્રિકેટર મોહમ્મદ શમી ની પત્ની હસીન જહાં ઘ્વારા તેના પતિ પર ઘણી મહિલાઓ સાથે અવૈધ સંબંધ હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. હસીન જહાં ઘ્વારા સોશ્યિલ મીડિયા પર તેના પુરાવા પણ આપવામાં આવ્યા છે. હસીન જહાં ઘ્વારા જણાવ્યા મુજબ તેના પતિ મોહમ્મદ શમીના ઘણી વિદેશી મહિલાઓ સાથે અવૈધ સંબંધ છે. તેમને પુરાવા તરીકે ઘણા ફેસબૂક મેસેજ અને વહાર્ટસપ સ્ક્રીન શોટ શેર કર્યા છે.

હસીન જહાં ઘ્વારા લગાવવામાં આવ્યો આરોપ

હસીન જહાં ઘ્વારા લગાવવામાં આવ્યો આરોપ

હસીન જહાં ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમની પાસે તેમના પતિ વિરુદ્ધ એવા પુરાવા છે જેનાથી આ વાત સાબિત થાય છે કે તેમના પતિના બીજી ઘણી મહિલાઓ સાથે અફેર છે. ક્રિકેટર મોહમ્મદ શમી ની પત્ની હસીન જહાં ઘ્વારા તેના પતિ પર આરોપ છે કે તેના બીજી મહિલાઓ સાથે શારીરિક સંબંધ છે.

હસીન જહાં ઘ્વારા પુરાવા બતાવવામાં આવ્યા

હસીન જહાં ઘ્વારા પુરાવા બતાવવામાં આવ્યા

હસીન જહાં ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે સાઉથ આફ્રિકા થી પાછા આવ્યા પછી મોહમ્મદ શમી એ તેની સાથે મારપીટ કરી હતી. હસીન જહાં ઘ્વારા લગાવવામાં આવેલા આરોપો વિશે ક્રિકેટર મોહમ્મદ શમી અને તેના પરિવાર તરફથી કોઈ પણ ટિપ્પણી કરવામાં આવી નથી.

શેર કર્યા ઘણા ફોટો

શેર કર્યા ઘણા ફોટો

હસીન જહાં ઘ્વારા તેના પતિ મોહમ્મદ શમી વિરુદ્ધ જે પુરાવા આપવામાં આવ્યા છે. તેમાં છોકરીઓ સાથે કરવામાં આવેલી ચેટ અને સ્ક્રીન શોટ છે. જેમાં અશ્લીલ વાતો કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ શમી ની ગર્લફ્રેન્ડ બતાવીને ઘણી વિદેશી મહિલાઓ ઘ્વારા ફોટો પણ શેર કરવામાં આવ્યા છે.

જૂન 2014 દરમિયાન થયા હતા લગ્ન

જૂન 2014 દરમિયાન થયા હતા લગ્ન

આપણે જણાવી દઈએ કે ક્રિકેટર મોહમ્મદ શમી અને હસીન જહાં બંનેના લગ્ન જૂન 2014 દરમિયાન થયા હતા. બંને લગ્ન પહેલા એકબીજા ને ઓળખતા હતા. બંનેને એક દીકરી પણ છે. જેનું નામ આયરા છે. લગ્ન પહેલા હસીન જહાં એક મોડલ પણ રહી ચુકી છે.

English summary
Mohammed Shami wife allegations extra marital affairs

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.