For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામા એટેકઃ દરેક જણ કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છેઃ મોહન ભાગવત

પુલવામા આતંકી હુમલા બાદ દેશભરમાં લોકોની અંદર જબરદસ્ત ગુસ્સો છે અને લોકો ઈચ્છે છે કે ભારત આ આતંકી હુમલાનો જવાબ આપે.

|
Google Oneindia Gujarati News

પુલવામા આતંકી હુમલા બાદ દેશભરમાં લોકોની અંદર જબરદસ્ત ગુસ્સો છે અને લોકો ઈચ્છે છે કે ભારત આ આતંકી હુમલાનો જવાબ આપે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે પણ પુલવામા આતંકી હુમલાની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યુ કે આ હુમલા બાદ કાર્યવાહી જરૂર કરવી જોઈએ દરેક વ્યક્તિ એ અપેક્ષા રાખી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે પુલવામાં આતંકી હુમલા બાદ દેશના દરેક ખૂણેથી લોકો અપીલ કરી રહ્યા છે કે આ હુમલાનો જવાબ આપવામાં આવે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ એ વાતનો ભરોસો આપ્યો છે કે તે જવાનોનું બલિદાન વ્યર્થ નહિ જવા દે.

mohan bhagwat

પુલવામાં આતંકી હુમલા બાદ દેશભરના તમામ રાજકીય દળોએ પણ આ હુમલાની નિંદા કરી છે. પૂર્વ સેનાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી વી કે સિંહે પણ આ હુમલા બાદ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યુ કે એક જવાન તરીકે મારુ લોહી ઉકળી રહ્યુ છે, અમે એક એક ગોળીનો હિસાબ લઈશુ, જવાનોનો લોહીના એક એક ટીપાનો બદલો લઈશુ. તમને જણાવી દઈએ કે ગુરુવારે સેનાના કાફલા પર આતંકીએ ફિદાઈન હુમલો કરી દીધો જેમાં 44 જવાન શહીદ થઈ ગયા. જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી છે. જૈશનો આતંકી આદિલ અહમદ ઉર્ફે વકાસ કમાન્ટો વિસ્ફોટકોથી ભરેલી જવાનોની બસ સાથે ટકરાયો હતો.

જે કાફલાને નિશાન બનાવવામાં આવ્યુ છે તેમાં લગભગ 2500 જવાન પ્રવાસ કરી રહ્યા હતા. આ બધા જવા જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા. જૈશે આ આ હુમલા સાથે સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડાવી દીધી છે. જમ્મુ કાશ્મીર પોલિસ તરફથી જાણકારી આપવામાં આવી છે કે હુમલાને જૈશના આતંકી આદિલ અહમદ ડાર ઉર્ફે વકાસે અંજામ આપ્યો. આદિલ પુલવામાનો જ રહેવાસી હતો અને અહીંના કાકાપોરાથી આવતો હતો. આદિલ વર્ષ 2018માં જ જૈશ સાથે જોડાયો હતો. સીઆરપીએફ જવાનોને લઈને જે બસ રસ્તા પરથી પસાર થઈ રહી હતી તે રસ્તા પર પહેલેથી જ એક સ્કોર્પિયો ઉભી હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે આ ગાડીમાં 350 કિલોગ્રામ વિસ્ફોટક હતા. જૈશે આદિલનો પોતાનો કમાન્ડો ગણાવ્યો છે અને પોતાના નિવેદનમાં કહ્યુ છે કે તેણે ખૂબ બહાદૂરીથી પોતાનું મિશન પૂરુ કર્યુ.

આ પણ વાંચોઃ પુલવામા અટેકઃ CRPFના કાફલામાં 1000ની જગ્યાએ 2500 જવાન કેમ હતા?આ પણ વાંચોઃ પુલવામા અટેકઃ CRPFના કાફલામાં 1000ની જગ્યાએ 2500 જવાન કેમ હતા?

English summary
mohan bhagwat says everyone expects that action should be taken
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X