For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSS પ્રમુખે માથે પગ મૂકાવી લીધા આશીર્વાદ, ‘અયોધ્યામાં રામ મંદિર માટે પૂરા મનથી લાગ્યા છે'

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવત પટનાના ટેકારી મંદિર પહોંચ્યા હતા જ્યાં તેમણે દેવરાહા હંસ બાબા સાથે મુલાકાત કરી અને તેમના આશીર્વાદ લીધા.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવત પટનાના ટેકારી મંદિર પહોંચ્યા હતા જ્યાં તેમણે દેવરાહા હંસ બાબા સાથે મુલાકાત કરી અને તેમના આશીર્વાદ લીધા. આરએસએસના ફેસબુક પેજ પર શેર કરવામાં આવેલી પોસ્ટ દ્વારા આની જાણકારી આપવામાં આવી છે. વળી, જણાવવામાં આવ્યુ છે કે દેવરાહા હંસ બાબાએ રામ જન્મભૂમિ પર વહેલી તકે ભવ્ય મંદિર નિર્માણની ઈચ્છા વ્યક્ત કરી. વળી, તેમણે ભાગવતના માથે પોતાના પગ મૂકીને આશીર્વાદ આપ્યા.

આ પણ વાંચોઃ અયોધ્યામાં 1992 જેવી સ્થિતિ, કિલ્લામાં ફેરવાઈ રામનગરી, હજારો શિવ સૈનિક પહોંચ્યાઆ પણ વાંચોઃ અયોધ્યામાં 1992 જેવી સ્થિતિ, કિલ્લામાં ફેરવાઈ રામનગરી, હજારો શિવ સૈનિક પહોંચ્યા

માથે પગ મૂકીને ભાગવતે લીધા આશીર્વાદ

માથે પગ મૂકીને ભાગવતે લીધા આશીર્વાદ

મોહન ભાગવતે ગુરુવારે સોનપુરમાં ઘણા સાધુ સંતો સાથે મુલાકાત કરી અને લક્ષ્મી નારાયણ મંદિર જઈને સંત જીયર સ્વામી સાથે પણ મુલાકાત કરી. ત્યારબાદ પટના જઈને તેમણે સ્વામી પ્રપન્નાચાર્ય સાથે મુલાકાત કરી. મોહન ભાગવતે કહ્યુ કે અયોધ્યામાં રામ મંદિર જરૂર બનવુ જોઈએ. તેના માટે તે મનથી લાગ્યા છે.

ઘણા સાધુ સંતોને મળ્યા ભાગવત

ઘણા સાધુ સંતોને મળ્યા ભાગવત

આ પહેલા આરએસએસ પ્રમુખને દેવરાહા હંસ બાબાએ કહ્યુ કે વહેલી તકે ભારતની આધ્યાત્મિક શક્તિનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં ફેલાશે. સામાજિક વિષમતા સમાજની એકતામાં સૌથી મોટો અંતરાય છે જેને દૂર કરવાની કોશિશ વહેલી તકે કરવી પડશે. તેમણે કહ્યુ કે સમાજની એકતા અને અખંડતા માટે આ આવશ્યક છે. દેવરાહા હંસ બાબાએ સંઘના કાર્યના વિસ્તાર તેમજ સજ્જન શક્તિ જાગરણને સાથે લઈને ચાલવાની વાત કહી.

કારતક પૂનમના અવસરે એકઠા થયા સાધુ સંત

કારતક પૂનમના અવસરે એકઠા થયા સાધુ સંત

તમને જણાવી દઈએ કે કારતક પૂનમના અવસર પર ગંગામાં શાહી સ્નાન કરવા માટે દૂર દૂરથી સાધુ સંતો સોનપુર મેળામાં પહોંચ્યા હતા. આ દરમિયાન મોહન ભાગવતે ગજેન્દ્ર મોક્ષ મંદિરના મહંત સ્વામી લક્ષ્મણાચાર્ય સાથે પણ મુલાકાત કરી. સાધુ સંત સમાજે એક વાર ફરીથી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મુદ્દો તેમની સામે ઉઠાવ્યો.

આ પણ વાંચોઃ શિવરાજ સિંહઃ 'વો તો ઠહરે પરદેસી, સાથ ક્યા નિભાએંગે, કામ તો મામા હી આએગા'આ પણ વાંચોઃ શિવરાજ સિંહઃ 'વો તો ઠહરે પરદેસી, સાથ ક્યા નિભાએંગે, કામ તો મામા હી આએગા'

English summary
mohan bhagwat takes blessings of saint devraha hans baba in patna
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X